શ્રોત: ગ્રામીણ ટુડે માંગરોળ તાલુકા ચીફ, કરુણેશભાઈ ચૌધરી
સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે બજેટ ફળિયામાં ગંદકીનું સામ્રાજ્ય, ગંદકીમાં સ્વસ્થ જનજીવન જીવવા સામે ખતરો; અધુરી છુટી ગયેલી વિકાસની ગટર યોજનાંથી સ્વાસ્થ્યનાં જોખમ સાથે કોઈ મોટાં અકસ્માત થવાનાં ભય હેઠળ વાંકલ બજેટ ફળિયાના લોકો કોરોના કહેરની લોક ડાઉન પરિસ્થિતિમાં ગંદકીમાં જીવન જીવવા થયા મજબુર:
પ્રાપ્ત માહિતી અન્યવે વાંકલના બજેટ ફળિયાનાં ગટર યોજનાના કામમાં થયેલ ગોબાચારી બાબતે લોકોમાં રોષ: કોઈ જાનહાની થાય તેની રાહ જોઈને જવાબદાર વ્યક્તિઓ બેઠાં છે? વાંકલમાં માંડ એક વર્ષ પહેલાં ગટર યોજનાં કયા કારણોસર અધુરી પડી છે કે કોઈનું ગ્રહણ લાગ્યું છે? માહિતી મુજબ આ ગટર થી ગંદુ પાણી નદીમાં પોહ્ચાડવાનું હતું પણ હજું કેમ કામ અધૂરું છે? તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, તંત્ર કે જવાબદારો ધ્યાન આપે તે જરૂરી; “સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ભારત”