
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખુરદી ગામે સગીર વયની કૌટુંબિક બહેન સાથે બળજબરીથી શારીરિક સબંધ બાંધી બળાત્કાર ગુજારવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ડેડીયાપાડા તાલુકાના ખુરદી ગામ ખાતે રહેતી અને શાળામાં અભ્યાસ કરતી 16 વર્ષની સગીર વયની યુવતી ગતરોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં પોતાના ધરના આંગણામાં હતી ત્યારે તેની ધરના પાસેજ રહેતા સગીર વયની યુવતી ના કૌટુંબિક ભાઈ બળાત્કાર ગુજારનાર આરોપી જીગ્નેશ ખુમાનસીગ વલવીએ યુવતીને પટાવી ફોસલાવીને બોલાવી હતી, અને યુવતીને પોતાના ધરની અંદર લઇ ગયો હતો. બળાત્કારનો મનસૂબો ધરાવતા નરાધમ ભાઈ એ ધરનો દરવાજો બંધ કરી દઇ બળજબરી પૂર્વક સગીરા સાથે શારીરિક સબંધ બાધી બળાત્કાર કર્યો હતો.
બળાત્કાર કરી નરાધમ યુવકે સગીર યુવતીને જો કોઇને કહીસ તો જાનથી મારી નાખવાની ધમકી આપી જો ધરના માણસો કઇ કહેશે તો તેમને ગામમા નહી રહેવા દેવાની ધમકી આપી હતી.
બળાત્કારનો ભોગ બન્યા બાદ સગીરાએ પોતાના ધરે જઇ સમગ્ર બનાવની વાત પોતાની માતાને કરતા માતા ચોંકી ઊઠી હતી, યુવતીની માતા યુવાન ને કહેવા જતાં તેણીને પણ યુવાને ગાળો ભાંડી હતી. અને બળાત્કાર કરનારો યુવાન ત્યારબાદ ઘરથી ફરાર થઈ ગયો હતો.
સમગ્ર બનાવની જાણ દેડિયાપાડા પોલીસ મથકમાં કરતાં પોલીસે બળાત્કાર કરનારા જીગ્નેશ ખુમાનસીગ વલવી સામે બળાત્કાર નો ગુનો નોંધી કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.