
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીમાં આપણી આજુબાજુના વિસ્તારના તેમજ દેશ અને દુનિયાના ઘણા વ્યક્તિઓના આ કોરોનાની મહામારીમાં દુઃખદ અવસાન થવા પામેલ છે. આવા સદગત વ્યક્તિઓના કુટુંબીજનો પર આવી પડેલ દુઃખદ ઘટનામાં ભગવાન એમના પરિવારને સુખ શાંતિ આપે અને આ દુઃખદ પ્રસંગ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.
આ કોરોનામાં દુઃખદ દિવ્ય મૃત્યુ પામેલ સર્વ ધર્મના લોકોની આત્માને પરમ શાંતિ મળે એવી ઉમરપાડા તાલુકા કોંગ્રેસ પરિવાર તરફથી શ્રધ્ધાંજલી આપવામાં આવી.
આ પ્રસંગે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ, રામસિંહભાઈ, અશોકભાઈ, ભુપતભાઈ, સેમ્યુઅલ વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.