રમત-ગમત, મનોરંજન

૭૦મી અખિલ ભારતીય શાળાકીય હોકી સ્પર્ધામાં ડાંગ જિલ્લાની અંડર-૧૯ બહેનોની ટીમે રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

૭૦મી અખિલ ભારતીય શાળાકીય હોકી સ્પર્ધામાં ડાંગ જિલ્લાની અંડર-૧૯ બહેનોની ટીમે રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો:

સાપુતારાના આંગણે યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ડાંગની દીકરીઓ જિલ્લાનું ગૌરવ વધાર્યું:

દિનકર બંગાળ, આહવા: ૭૦મી અખિલ ભારતીય શાળાકીય હોકી સ્પર્ધા અંતર્ગત સાપુતારા ખાતે આયોજિત રાજ્યકક્ષાની હોકી ટુર્નામેન્ટમાં ડાંગ જિલ્લાની અંડર-૧૯ બહેનોની ટીમે શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરી પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.

સમગ્ર સ્પર્ધા દરમિયાન ડાંગની ટીમે અદભુત સંકલન અને ખેલદિલી થી ફાઇનલમાં વિજય મેળવી ચેમ્પિયનશીપ હાંસલ કરી હતી. દીકરીઓની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ડાંગ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી અલ્કેશભાઈ પટેલે વિજેતા ખેલાડીઓ, કોચ અને સમગ્ર સપોર્ટ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. સાથે ટીમના પ્રેરણાસ્ત્રોત અને માર્ગદર્શક પરમ પૂજ્ય પી.પી. સ્વામીજીએ પણ ખેલાડીઓને આશીર્વાદ અને પ્રોત્સાહન આપ્યું હતું.

કોચ અને ટ્રેનર્સના કુશળ માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી આ ટીમે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ પણ ગુજરાત રાજ્ય અને ડાંગ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી ઝળહળતો દેખાવ કરવાની તૈયારી દર્શાવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है