રમત-ગમત, મનોરંજન

રાજ્યકક્ષાની U-17 ખો-ખો સ્પર્ધામાં ડાંગ જિલ્લાનો ડંકો, બીલીઆંબા અને ગાઢવીના ૧૨ ખેલાડીઓએ અપાવ્યો ગોલ્ડ મેડલ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

રાજ્યકક્ષાની U-17 ખો-ખો સ્પર્ધામાં ડાંગ જિલ્લાનો ડંકો, બીલીઆંબા અને ગાઢવીના ૧૨ ખેલાડીઓએ અપાવ્યો ગોલ્ડ મેડલ:

દિનકર બંગાળ, આહવા: સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા સ્પર્ધા ૨૦૨૬-૨૭ અંતર્ગત આણંદ જિલ્લાના ધર્મજ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની અંડર-૧૭ ભાઈઓની ખો-ખો સ્પર્ધામાં ડાંગ જિલ્લાની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચેમ્પિયનશિપ સાથે ગોલ્ડ મેડલ જીતી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે.

આ સ્પર્ધામાં ડાંગ જિલ્લાની ટીમે પ્રારંભિક લીગ મેચોમાં ગીર-સોમનાથ, બનાસકાંઠા અને અરવલ્લી જેવી મજબૂત ટીમોને પરાજય આપીને વિજયકૂચ જાળવી રાખી હતી. ત્યારબાદ સેમી ફાઇનલમા પંચમહાલ જિલ્લાની ટીમને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. છેલ્લે ડાંગની ટીમે મોરબી જિલ્લાની ટીમને મ્હાત આપીને રાજ્ય કક્ષાનો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

ડાંગ જિલ્લાની આ વિજેતા ટીમમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, બીલીઆંબાના ૧૦ વિદ્યાર્થીઓ અને સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, ગાઢવીના ૨ વિદ્યાર્થીઓ મળી કુલ ૧૨ ખેલાડીઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં: અંકિત ગામીત, કૌશિક નિકુળ્યા, પિંકેશ ઠેંગળ, સંતોષ ચોર્યા, ઉદ્ધવ દેશમુખ, સંતોષ દેશમુખ, બિન્યામિન ગામીત, ઇશાક ગામીત, રાઘવ વસાવા, વિરુ પવાર, આયુષ ભોયે અને યશ અલબાડ આ વિદ્યાર્થીઓની જીત બદલ શાળાના આચાર્ય રાજેશભાઈ ગામીત તથા શાળા પરિવારે ખેલાડીઓને બિરદાવ્યા હતા. આ સાથે જિલ્લા શિક્ષણાધિકારી જીગ્નેશકુમાર ત્રિવેદી તેમજ જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી અલ્કેશભાઈ પટેલે વિજેતા ખેલાડીઓ અને ટીમના કોચને અભિનંદન પાઠવ્યા હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है