રમત-ગમત, મનોરંજન

જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ(DLSS) વ્યારા ખાતે “નેશનલ સ્પોર્ટ્સ ડે” ની ઉજવણી કરાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સી.એમ.જાડેજાના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ(DLSS) તાપી, વ્યારા  ખાતે “નેશનલ સ્પોર્ટ્સ ડે” ની ઉજવણી કરાઈ:

તાપી જિલ્લામાં યુવાનો-રમતવીરોમાં ખેલભાવના કેળવવા તેમજ પ્રોત્સાહિત કરવાના ઉમદા આશય સાથે “નેશનલ સ્પોર્ટ્સ ડે” ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ :

વ્યારા-તાપી : યુવાનોને રમત-ગમત ક્ષેત્રે આગળ વધારવાના ઉમદા આશય સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સરાહનીય અને સફળ પ્રયાસો હાથ ધરાયા છે. દેશમાં રમત ક્ષેત્રે ભારતને ગૌરવ અપાવનાર એવા હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મ ૨૯ ઓગષ્ટ ૧૯૦૫માં અલાહાબાદમાં થયો હતો. તેઓએ હોકીમાં વિશ્વકક્ષાએ ભારતનું નામ રોશન કર્યુ હતુ. તેમના જન્મદિવસને “નેશનલ સ્પોર્ટસ ડે” તરીકે ઉજવવામાં આવે છે. જે અન્વયે શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ દ્વારા ચાલતી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ(DLSS) તાપી દ્વારા “નેશનલ સ્પોર્ટ્સ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી.

                                                                     “નેશનલ સ્પોર્ટ્સ ડે” ની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે તાપી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક  સી.એમ.જાડેજા ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતનભાઇ પટેલે ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રે સફળ થવા અંગે પ્રોત્સાહિત કરી હાલમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્સ વિશે માહિતી આપી હતી. તદ્દઉપરાંત, “નેશનલ સ્પોર્ટ્સ ડે” અંતર્ગત ખેલાડીઓ વચ્ચે એથલેટિક્સ, કબડ્ડી, રસ્સા ખેંચ સહિત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં તમામ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈ “નેશનલ સ્પોર્ટ્સ ડે” ની ઉજવણીને સફળ બનાવ્યો હતો. તાપી જિલ્લામાં યુવાનો-રમતવીરોમાં ખેલભાવના કેળવવા તેમજ પ્રોત્સાહિત કરવાના ઉમદા આશય સાથે “નેશનલ સ્પોર્ટ્સ ડે” ની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है