રમત-ગમત, મનોરંજન

અર્પણ આદીવાસી લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા નાઈટ કબડ્ડી નું સફળ આયોજન સંપન્ન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

સેલંબા ખાતે અર્પણ આદીવાસી લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા નાઈટ કબડ્ડી નું આયોજન કરવામાં આવ્યું હતું;

પ્રથમ નંબરે એક લવ્ય થવા બીજા નંબરે અર્પણ આદિવાસી લોકો કલ્યાણ ટ્રસ્ટ,પાંચપીપરી આવી હતી;

સાગબારા ખાતે અર્પણ આદીવાસી લોકો કલ્યાણ ટ્રસ્ટ, પાંચપીપરી દ્વારા નાઈટ કબડી નું આયોજન કરવામાં આવ્યું હતું.

 સ્પોર્ટ્સ એ આપણા જીવન નો ખુબજ અગત્ય નો ભાગ છે, રમત ગમત થકી જ આપણે આપણા શારીરિક શક્તિ ને તેમજ આપણા અંદર છુપાયેલી સુષુપ્ત શક્તિઓ ને બહાર લાવવાની સારી એવી તક આપણને સ્પોર્ટ્સ થકી જ મળે છે, તો આવીજ યુવાનો માં છુપાયેલી શક્તિઓ ને બહાર લાવવા માટે અર્પણ આદીવાસી લોક કલ્યાણ ટ્રસ્ટ, પાંચપીપરી દ્વારા કે.જી.બી ગ્રાઉન્ડ સેલંબા ખાતે કબડ્ડી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યમાં માં ગ્રામજનો, તેમજ અર્પણ આદીવાસી લોક કલ્યાણ ટ્રસ્ટ ના પ્રમુખશ્રી તમામ સભ્યો એ હાજરી આપી હતી અને યુવાનો ને રમત નું મહત્વ સમજાવી રમતવીરો ને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને વિજેતા થયેલી ટીમ ને ટ્રોફી અને કેટલીક લવાજમ રકમ (ઈનામ) ભાગ રૂપે આપવામાં આવી હતી. જેમાં પ્રથમ નંબરે એક લવ્ય થવા અને બીજા નંબરે અર્પણ આદિવાસી લોકો કલ્યાણ ટ્રસ્ટ,પાંચપીપરી ની ટીમ ને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સેલંબા ગામ ના ગ્રામજનો , વડીલો, યુવાઓ અને દરેક રમતપ્રેમીઓનાં સહયોગ થી આ નાઈટ કબડ્ડી ટુર્નામેન્ટ સફળ રહ્યો હતો, અર્પણ આદીવાસી લોક કલ્યાણ ટ્રસ્ટ વતી તમામ નો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है