
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ
કોરોનાના કારણે વિજય સરઘસને મંજુરી આપવા અંગે અનિર્ણિત પોલીસે કોઈપણ પક્ષના હોય, વિજેતાના સરઘસને બંદોબસ્ત આપ્યો હતો અને સાથે ફરતી રહી હતી. ત્યારે વિજય સરઘસ જોયા પછી અનેક લોકોમાં કોરોના મુદ્દે નેતાઓ અને સામાન્ય પ્રજા માટે નિયમપાલનના અલગ-અલગ વલણની ચર્ચાએ જોર પકડ્યો હતો. અમદાવાદ સહીત વડોદરા, સુરત, રાજકોટ સાથે અન્ય સ્થળોએ ભવ્ય રેલીઓનું આયોજન: હવે જોવું રહ્યું AAPના આગમી આયોજન ને ગ્રહણ લાગે છે કે પછી?
૬ મનપામાં કોંગ્રેસ ની કારમી હાર. ૨૭ ઉમેદવાર સાથે સુરત મનપામાં આમ આદમી પાર્ટી બની બીજા નંબરની મોટી પાર્ટી; જયારે અમદાવાદમાં AIMIM ના ૭ ઉમેદવારો ચુંટાયા હતાં. સુરતમાં ભવ્ય રેલી વખતે પાટીલે કહ્યું હતું કે, સુરત કોંગ્રેસ મુક્ત થઈ ગયું. સુરત દેશનું પહેલું શહેર છે, જે કોંગ્રેસ મુક્ત થયું છે. સુરતમાં કોઈ સાંસદ, MLA, કોર્પોરેટર કોંગ્રેસના નથી. જોકે, તેમણે શ્વાન અને બિલાડી સાથે કરી કોંગ્રેસ-AAPની સરખામણી કરી હતી. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે બોટાદ અને ભાવનગરની મુલાકાતે છે. તેઓ બોટાદ અને ભાવનગરમાં વિશાળ રેલી બાદ જનસભાને સંબોધશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભવ્ય જીત બદલ ગુજરાતના મતદારોનો આભાર માન્યો હતો.
પોલીસે કોરોનાના કારણે મત ગણતરી કેન્દ્રની અંદર પ્રવેશ મામલે કડક વલણ અપનાવ્યું હતું. પોલીસે આ વખતે ટેકેદારોને મત ગણતરી કેન્દ્રથી થોડે દૂર સુધી રાખ્યાં હતાં. પરિણામ જાહેર થયા પછી વિજય સરઘસ નહીં યોજવા દેવા ઉચ્ચ અિધકારીઓએ સૂચના પણ આપી હતી. જયારે કોરોના વચ્ચે રાજકીય પક્ષોએ પણ ઉમેદવારોને વિજય સરઘસ ન યોજવા માટે અપીલ કરી હતી. પરંતુ, પરિણામ જાહેર થયા પછી જીત મેળવનાર ઉમેદવારના ટેકેદારોનો ઉત્સાહ એટલો વધી જતો હતો કે ભવ્ય વિજય સરઘસ યોજાયાં હતાં. મત ગણતરી કેન્દ્રથી થોડે દૂર થી જ વિજય સરઘસ ચાલુ કરવા દેવાતાં હતાં, પોલીસ મુક દર્શક બની રહી.
પોલીસ અિધકારીઓના સૂત્રોએ જણાવ્યું કે, તમામ વિજય સરઘસને પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષા આપવામાં આવી હતી. કોઈપણ પક્ષના, વિજેતા થયેલા ઉમેદવારો અને ટેકેદારોએ મતગણતરી કેન્દ્રની થોડેક દૂરથી વિજય સરઘસ કાઢ્યા હતા. વિજય સરઘસ વિજેેતાના મત વિસ્તારમાં ફર્યા હતા.
પરિણામ જાહેર થયા પછી કાઢવામાં આવેલા તમામ વિજય સરઘસ વિસ્તારોમાં બેરોકટોક ફર્યા હતા. એક તરફ કોરોનાનો ભય તોળાઈ રહ્યો છે ત્યારે સોશિયલ ડીસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરાવવા પોલીસ કડક વલણ અપનાવતી રહી છે. પરંતુ, ચૂંટણી જાહેર થઈ ત્યારથી પૂર્ણાહૂતિ એવા વિજય સરઘસ સુધીની તમામ રાજકીય ગતિવિધિ ઓમાં કયાંક પૂરતું નિયમપાલન જણાયું નહોતું. નેતાઓ અને પ્રજા માટે નિયમપાલનના અલગ કાટલાં હોવાનો મુદ્દો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.