રાષ્ટ્રીય

નર્મદા જિલ્લા સેવાસદનના પ્રાંગણમાં ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરાઈ :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

નર્મદા જિલ્લા સેવાસદનના પ્રાંગણમાં ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરાઈ :

નર્મદા ચીટનીશ ટુ કલેક્ટર મેહુલભાઈ વસાવાના હસ્તે કરાયું ધ્વજવંદન

આઝાદીની ચળવળમાં આપણા આદિવાસી ભાઈ-બહેનોનું પણ અમૂલ્ય યોગદાન રહ્યું છે :- નર્મદા ચીટનીશ ટુ કલેક્ટર મેહુલભાઈ વસાવા

“આઝાદી કા અમૃત મહોત્સવ” ને અનુલક્ષીને ૭૫ હોમગાર્ડ્સના જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી; 

રાજપીપલા, નર્મદા: દેશના ૭૬માં સ્વાતંત્ર પર્વની સમગ્ર દેશભરમાં ઠેર-ઠેર ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે નર્મદા જિલ્લા સેવાસદનના પ્રાંગણમાં નર્મદા જિલ્લા ઇન્ચાર્જ ચીટનીશ ટુ કલેક્ટરશ્રી મેહુલભાઈ વસાવાના હસ્તે ધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી. દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે દેશભરમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જેને અનુલક્ષીને આજરોજ જિલ્લા સેવાસદનના પ્રાંગણમાં ૭૫ હોમગાર્ડના જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

૭૬મા સ્વાતંત્ર્ય પર્વે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં સમગ્ર રાષ્ટ્ર માટે જીવન અને જાત સમર્પિત કરનાર રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી બાપુ અને સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ દેશની સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં પોતાના પ્રાણની આહુતિ આપનારા સૌ વીર શહીદો, સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન કરતા મેહુલભાઈ વસાવાએ જણાવ્યું કે, આઝાદીની ચળવળમાં ગુજરાતના આપણા આદિવાસી ભાઈ-બહેનોનું પણ અમૂલ્ય યોગદાન રહ્યું છે. શહીદી વહોરી આદિવાસી સમાજના ખમીરને ઉજાગર કરી આપણું ગૌરવ વધાર્યું છે.

આ પ્રસંગે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં વધુમાં તેઓએ જણાવ્યું કે, શુરવીરોના ત્યાગ અને બલિદાનોના કારણે આપણો દેશ આઝાદ થયો. તા. ૨૬ મી જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક દેશ બન્યો. ડો. બાબાસાહેબ આંબેડકરે વિશિષ્ટ અને બેજોડ ભારતીય સંવિધાનની રચના કરીને દેશની એકતા, અખંડિતતા, સંપ્રભુતાનો મજબૂત પાયો નાખ્યો છે. જેના પરિણામે આજે આપણે સૌ આઝાદ ભારતમાં તેના મીઠા ફળ આરોગી શકીએ છીએ. આ પ્રસંગે જિલ્લા સેવાસદનના વિવિધ વિભાગોના કર્મચારીગણ સહિત સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

જિલ્લા કલેક્ટર શ્રીમતી તેવતિયાના હસ્તે PMJAY અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર જનરલ હોસ્પિટલ રાજપીપલા અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ગરૂડેશ્વરના તબીબો ઉપરાંત ઈમરજન્સી સેવા ૧૦૮ના કર્મયોગીઓને સન્માનિત કરાયા.

દેડિયાપાડા તાલુકાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક કલેક્ટરશ્રીના હસ્તે મામલતદારશ્રીને કરાયો અર્પણ

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है