
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિરીક્ષકશ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ વિકાસ સુંડાનાઓએ ભરૂચ જીલ્લાના તથા આંતરરાજ્યના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.એન. ઝાલા એલ.સી.બી.ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ ભરૂચ એલ.સી.બી.ની ટીમ દ્વારા ભરૂચ જીલ્લાના તથા આંતરરાજ્યના નાસતા ફરતા આરોપીઓ ઝડપી પાડવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન ગૌપાલગંજનગર ( બિહાર ) પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૫૧૬ / ૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૩૯૯,૪૦૨,૪૧૪ તથા NDPS એક્ટ કલમ ૮,૨૦ ( B ) ( i ) ( B ) તથા આર્મ્સ એક્ટ ૨૫ ( ૧ – B ) A , ૨૬,૩૫ મુજબના ગુનાના કામે વોન્ટેડ આરોપી વિનય યાદ વનું પગેરૂ ભરૂચ જીલ્લામાં આવેલ જે આધારે ગોપાલગંજનગર ( બિહાર ) પોલીસની એક ટીમ અત્રે ભરૂચ તપાસમાં આવેલ અને તેઓની મદદમાં રહી ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી ઉપરોક્ત ગુનાના કામના વોન્ટેડ આરોપીને દહેજ નજીક આવેલ જોલવા મુકામેથી પકડી હસ્તગત કરી વધુ તપાસ સારૂ ગોપાલગંજનગર ( બિહાર ) પોલીસને સોંપવામાં આવેલ છે . પકડાયેલ આરોપી વિનયકુમાર બબનાભાઈ યાદવ હાલ રહેવાસી.જોલવા તા.વાગરા જી.ભરૂચ મુળ રહેવાસી દુર્ગ મતીહીનીયા થાના બિસભરપુર જી.ગોપાલગંજ ( બિહાર )