દક્ષિણ ગુજરાત

 ચાંદોદથી કેવડીયાની નવી બ્રોડગેજ રેલ્વે લાઇનનુ થનારુ સેફ્ટી નિરીક્ષણ : જાહેર જનતાને રેલ્વે ટ્રેક ક્રોસ ન કરવા કે રેલ્વે ટ્રેક પર ન ચાલવા જાહેર અનુંરોધ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપલા:- નવી બાંધકામ થયેલ બ્રોડગેજ લાઈન ચાંદોદ સ્ટેશનથી કેવડીયા સ્ટેશન ( ૩૧.૯૦૦ કિ.મી.) નું નિરિક્ષણ કમિશનર રેલ્વે સેફટી, પશ્ચિમ સર્કલ તા.૧૪-૦૧-૨૦૨૧ ને ગુરૂવાર અને તા.૧૫-૦૧-૨૦૨૧ ને શુક્રવારના રોજ કરનાર છે. ટ્રેનની ઝડપની ટ્રાયલ ૧૩૦ કિ.મી. પ.ક. નવી બાંધેલ રેલ્વે લાઇન કેવડીયા સ્ટેશનથી ચાંદોદ સ્ટેશન સુધી તા.૧૫-૦૧-૨૦૨૧ ને શુક્રવારના સાંજના ૦૪:૦૦ થી ૦૭:૦૦ સુધી કરવામાં આવશે. આથી જાહેર જનતાને તેની નોંધ લેવાની સાથે સલાહ આપવામાં આવે છે, કે રેલ્વે ટ્રેક પરથી પસાર થવું નહીં અથવા આ સેક્શનની કોઇપણ જગ્યાએ રેલવે ટ્રેક પર ચાલવુ નહી, તેમ ડેપ્યુટી ચીફ એન્જીનિયર(Const.)-I, વેસ્ટર્ન રેલ્વે, વડોદરા તરફથી જાહેર અનુરોધ કરાયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है