રાષ્ટ્રીય

તાલુકા પંચાયતના સભાખંડ ખાતે સ્વચ્છતા સંદેશ આપતી ફિલ્મ નિદર્શન અને સંવાદ કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપીની સ્વચ્છ ભારત મિશન- ગ્રામીણની ટીમ વ્યારા દ્વારા તાલુકા પંચાયતના સભાખંડ ખાતે સ્વચ્છતા સંદેશ આપતી ફિલ્મ નિદર્શન અને સંવાદ કાર્યક્રમ યોજાયો:

જિલ્લાના સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ સાથે ઘન કચરા વ્યવસ્થાપન મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી;

વ્યારા-તાપી: તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાના તાલુકા પંચાયત સભાખંડ ખાતે આજરોજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની ટીમ વ્યારા દ્વારા ફિલ્મ નિદર્શન સહિત સ્વચ્છતા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને સ્વચ્છતા સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓને સ્વચ્છતા પર બનેલ ફિલ્મ ‘સ્વચ્છ તાપી’ બતાવી ઘન કચરા વ્યવસ્થાપન મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

સ્વચ્છ તાપીના ફિલ્મ નિદર્શન પહેલા જિલ્લા કોર્ડીનેટર નિતિનભાઈ ગામીત અને ધર્મેન્દ્રભાઈ પારેખે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને પોતાના ગામોને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે ગ્રામજનોને કાપડની થેલીનો ઉપયોગ કરાવવા તેમજ ડોર ટુ ડોર કલેક્શનન મહત્વ અંગે વિસ્તાર પૂર્વક સમજણ પુરી પાડી હતી. આ સાથે ગ્રામજનોને જાગૃત કરવા અંગે પણ ખાસ આગ્રહ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, એસબીએમ દ્વારા પ્રથમ ફેઝમાં જિલ્લાના ગ્રામજનોને શૌચાલયની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી તેમજ શૌચાલયના નિયમિત ઉપયોગ અને જાળવણી અંગે લોકોને સતત જાગૃત કરવાની સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જયારે ફેઝ-2 હેઠળ ઘન કચરા વ્યવસ્થાપન અને ગામોને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યું છે. દેશની આઝાદીના ૭૫ વર્ષને અનુલક્ષીને દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને તાપી જિલ્લામાં ૭૫ ગામો દ્વારા વ્યારા નગરપાલિકા સ્થિત ડેબ્રિસોલ્વ પ્રા.લિ. સાથે કરાર કરવામાં આવ્યા છે. જેથી પ્લાસ્ટિક કચરાનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ થઈ શકે. સ્વચ્છ ભારત મિશનની ટીમ આયોજનબદ્ધ રીતે તાપી જિલ્લાને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્તમથી સર્વોતમ તરફ લઈ જવા ગ્રામજનોને સાંકળીને સરાહનીય કામગીરી કરી રહી છે.
આ પ્રસંગે સ્વચ્છ ભારત મિશન- ગ્રામીણના જિલ્લા કોર્ડિનેટરશ્રી નિતિનભાઈ ગામીત, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કન્સલટન્ટ ધર્મેન્દ્રભાઈ પારેખ અને આઈઈસી કન્સલટન્ટ રોશન જી. સાવંત સહિત તાલુકાની ટીમે હાજરી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है