
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
પ્રોહીબીસન ગુનામાં અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ બુટલેગરને પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવેલ છે.
પોલીસ અધિક્ષકશ્રી તાપીનાઓએ ટુંક સમય આવતી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી આવતી હોઇ જે અનુસંધાને તાપી જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધમાં કડક કાર્યવાહી કરવા સુચના આપેલ જે સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.એલ.માવાણી સાહેબનાઓના માં માર્ગદર્શન હેઠળ અત્રેના સોનગઢ પો.સ્ટે.માં અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમ વિકી ઉર્ફે વિકેશ ધીમાનભાઇ ગામીત રહે. હનુમંતિયા નિશાળ ફળિયુ તા. સોનગઢ જિ. તાપીનાઓ વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કલેકટર અને જિલ્લા મેજી.શ્રી તાપીનાઓ તરફ મોકલી આપેલ. જે અન્વયે કલેકટર અને જિલ્લા મેજી.શ્રી તાપીનાઓના પાસા અટકાયતી હુકમ નંબર કમાંક: એમએજી/પાસા/ રજી. નં. 02/2021 ના આધારે પ્રોહી બુટલેગર્સ વિકી ઉર્ફે વિકેશ ધીમાનભાઇ ગામીત રહે. હનુંમંતિયા નિશાળ ફળિયુ તા. સોનગઢ જિ. તાપીનાઓના પાસા મંજુર થતાં તેઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી COVID-19 નો ટેસ્ટ કરાવી આજરોજ તા. 24/02/2021 ના કલાક 23/30 વાગે અટકાયત કરી પોલીસ જાપ્તા સાથે મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપવા તજવીજ કરી છે.