દક્ષિણ ગુજરાતરાષ્ટ્રીય

ઉમરપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના જન્મ દિન નિમિત્તે હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ઉમરપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના જન્મ દિન નિમિત્તે હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. 

કોરોના કહેર ના વિકટ સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો આદેશ અનુસાર કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે હોસ્પિટલોમાં ફ્રુટ તેમજ માસ્ક વિતરણ કરીને સાદાઈ  થી  ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના પ્રમુખ હરીશ વસાવા જણાવ્યું હતું કે દેશના કરોડો યુવાનોના પ્રિય નેતા રાહુલ ગાંધીના પરિવારે દેશ માટે પોતાનું બલિદાન આપી દેશને આગળ લાવવા દેશના વિકાસ માટે પ્રેરણા સમાન દેશને વિકાસમાં આ પરિવારનો મહામૂલ્ય ફાળો રહ્યો હતો, રાહુલ ગાંધી હંમેશા સચ્ચાઈની વળગી રહેનાર માટે કોઈ દિવસે માથું ઝુકાવ્યું નથી એમણે કોરાના ના સમયમાં લાખો લોકોને પોતાના ઘરે પહોંચાડ્યા હતા કુદરતી આફતોના સમયમાં તેમણે અનેક લોકોને મદદ કરી એમની એક સૂચનાથી આખા દેશના કોંગ્રેસના કાર્યકરો રીલીફ કામમાં લાગી જતા હતા યુવાનોને રોજગારી અપાવવા ખેડૂતોના દેવા માફી અપાવવા ગરીબોને મદદ કરવા હંમેશા સદાને માટે રાહુલ ગાંધી અગ્રેસર રહેનાર, લોકલાડીલા એવા પ્રિય નેતા રાહુલ ગાંધીના જન્મદિને હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરીને ઉમરપાડા કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસ પક્ષના સર્વોચ્ચ નેતા રાહુલ ગાંધી નો જન્મ દિવસ ઉજવ્યો હતો, 

આ પ્રસંગે રામસુંગભાઈ, મૂળજીભાઈ , અશોકભાઈ, નટવરસિંહ ,કોશિકભાઈ, હીરાભાઇ સહીત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है