શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, અમદાવાદ વિશાલભાઈ
14 જેટલી અમદાવાદની દાણી લીમડા વિસ્તારની કાપડ ફેકટરીઓમાં થી ૧૨ થી ૧૭ વર્ષનાં બાળકોને રેશ્ક્યું કરાયા: તમામ ફેક્ટરી માલિકો સામે ગુનો કરાયો દાખલ:
અમદાવાદના સિકંદર માર્કેટના શંભુભાઈ મંડલ વાલા ગલીમાં એ.એન.એસ્ટેટની પાછળ, દાણીલીમડા, અમદાવાદ ખાતે થી ગતરોજ ૧૬ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ ૩૭ બાળકોને બાળ મજુરીમાંથી મુક્ત કરાવેલ હતાં, જેમાં international human rights council, AHTU તથા બચપન બચાઓ આંદોલન, ચાઇલ્ડ લાઈન, જિલ્લા બાળ સુરક્ષા એકમ, FFWC, ની ટીમના સંયુક્ત ઓપરેશન દ્વારા આ રેસક્યું ને સફળ બનાવવામાં આવ્યું હતું, આ બાળકો ઉત્તર પ્રદેશ, બિહાર, વેસ્ટ બંગાળ તથા અમદાવાદના આસપાસના વિસ્તાર થી મજુરી અર્થે લાવ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહયું છે, આ બાળકો ૧૨ કલાક કામ કરાવવામાં આવતું હતું, જેમને કામનાં પગાર 6000થી લઈને 10000 સુધી નો આપવામાં આવતો હતો, એમ પગાર મુદ્દે પણ તેઓનું શોષણ કરવામાં આવી રહ્યું હતું, આ બાળકો માંથી ઘણા બાળકો જ્યાં કામ કરતા હતાં ત્યાંજ મજુર સગીરોને રાત્રી રોકાણ માટેની સામુહિક વ્યવસ્થા કરવામાં આવી હતી, તમામ ટીમના સંયુક્ત ઓપરેશન દ્વારા ૩૭ જેટલા બાળ મજુરીમાંથી મુક્ત કરાવેલ બાળકોને વાસણા ખાતેનાં બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી દેવાયા હતાં, રેસક્યું કરવામાં આવેલ કુલ બાળકો પેકી સૌથી વધુ ૧૯ બાળ મજુરો અમદાવાદના:
તમામ બાળકોને મજુરી અર્થે લાવનાર એમનાં ગામના ઓળખીતા અને ભાઈ, કાકા, મામા જ હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે,
તમામનાં નિવેદનો લઈને અગાઉની કાર્યવાહી હાથ ધરવામાં આવશે… જોસેફ( મદદનીશ પોલીસ કમિશ્નર મહિલા સેલ)