રાષ્ટ્રીયશિક્ષણ-કેરિયર

હડતાળ પર ઉતરેલા ઇન્ટર્ન તબીબોના પ્રશ્નોનો સુખદ અંત આવ્યો,વધારાનું વેતન ચુકવાશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીનકુમાર ચૌધરી

હડતાળ પર ઉતરેલા ઇન્ટર્ન તબીબોના પ્રશ્નોનો સુખદ અંત આવ્યો.. ઇન્ટર્ન તબીબોમાં ખુશી નો માહોલ: મળ્યો હતો ભારતભર માંથી અનેક સંઘઠનોનો ટેકો.
સમગ્ર રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને જી.એમ.ઇ.આર.એસ હસ્તકની કોલેજના ઇન્ટર્ન તબીબોને રૂ. ૫૦૦૦ નું વધારાનું વેતન ચુકવાશે: નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઈ પટેલ

*  કોરોનાના કપરા કાળમાં કરેલી માનવસેવાની કામગીરીને ધ્યાને રાખીને કરાયો નિર્ણય:
*  રાજયની સરકારી અને જી.એમ.ઈ.આર.એસ મેડીકલ કોલેજના અંદાજે ૨૨૦૦થી વધુ તબીબોને લાભ:
*  નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સાથે યોજાયેલી બેઠકની ફળશ્રુતિ:

સમગ્ર રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને જી.એમ.ઇ.આર.એસ હસ્તકની કોલેજના ઇન્ટર્ન તબીબો દ્વારા શરૂ કરાયેલ હડતાળ સંદર્ભે આજે તબીબી પ્રતિનિધિઓની નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે પરામર્શ કરીને અને ઇન્ટર્ન તબીબોના પ્રતિનિધિ મંડળ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ તબીબોએ હડતાલ પાછી ખેંચી લીધી છે.
શ્રી નીતિનભાઈ પટેલે ઉમેર્યુ કે, બે દિવસ પહેલા આ ઇન્ટર્ન તબીબો સાથે વિગતવાર લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. તે સમયે તેઓને હડતાલ સ્થગિત કરવા અનુરોધ કરાયો હતો અને તેમણે હડતાલ સ્થગિત કરી હતી. તબીબી પ્રતિનિધિ મંડળના સભ્યોની માંગણી અને રજુઆત સંદર્ભે આજે લંબાણપૂર્વક ચર્ચા કર્યા બાદ આ પ્રશ્નનું સુખદ સમાધાન થયુ છે. ઈન્ટર્ન તબીબોને કોરોનાના કપરાકાળમાં કરેલી કામગીરીને ધ્યાને લઇને આ તબીબોને પ્રતિ માસ રૂ.૫૦૦૦ નું વધારાનું પ્રોત્સાહક ભથ્થું ચૂકવવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે બેઠક બાદ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજયની સરકારી અને જી.એમ.ઈ.આર.એસ કોલેજના ઈન્ટર્ન તબીબોને હાલ રૂપિયા ૧૩૦૦૦ નું સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવે છે તેમાં કોઇ વધારો કરાયો નથી. પ્રોત્સાહકરૂપે આ રૂ.૫૦૦૦ નું વધારાનું મહેનતાણું સ્ટાઇપેન્ડ ઉપરાંત ચુકવવામાં આવશે. જેના લીધે હવે આ ઇન્ટર્ન તબીબોને રૂ. ૧૮,૦૦૦ ચૂકવાશે જેનો અંદાજે ૨૨૦૦ જેટલા તબીબોને લાભ મળશે. આ નિર્ણયને ઇન્ટર્ન તબીબોએ ઉત્સાહપૂર્વક વધાવી લીધો છે. આ પ્રોત્સાહક ભથ્થું એપ્રિલ-૨૦૨૦ થી આગામી ફેબ્રુઆરી-૨૦૨૧ દરમ્યાન આ તબીબોની ટર્મ પુરી થાય છે તેઓને આ લાભ મળશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है