રાષ્ટ્રીયવિશેષ મુલાકાત

સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીની પૂર્વ તૈયારીઓ અંગે યોજાયેલી સમીક્ષા બેઠક:

શ્રોત:ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

નર્મદાનાં રાજપીપલામાં શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે તા.૧૫ મી ઓગષ્ટે સ્વાતંત્ર્ય દિનની જિલ્લાકક્ષાની થનારી ઉજવણી: 

જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના હસ્તે થનાર ધ્વજવંદન  કાર્યક્રમ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીની પૂર્વ તૈયારીઓ અંગે યોજાયેલી સમીક્ષા બેઠક યોજાય હતી:

રાજપીપલા,  નર્મદા જિલ્લામાં આગામી તા.૧૫ મી ઓગષ્ટ, ૨૦૨૦ ના રોજ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી રાજપીપલા મુખ્યમથક ખાતે કરાશે. આ દિવસે શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય સંકુલમાં યોજાનારા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં નર્મદા જીલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીના હસ્તે ધ્વજવંદન થશે, જેમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધુન વચ્ચે પોલીસ, એસ.આર.પી, હોમગાર્ડઝ દળ, એન.સી.સી, સ્કાઉટ-ગાઈડ્સ વગેરે પ્લાટુનોની પરેડનું શ્રી કોઠારી નિરીક્ષણ કરશે.

સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની થનારી ઉજવણીના પૂર્વ તૈયારીઓ અંગે તાજેતરમાં રાજપીપલા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે યોજાયેલી સમીક્ષા બેઠકને સંબોધતા શ્રી કોઠારીએ ઉજવણીના સુચારા આયોજન માટે સંબંધિત અધિકારીઓને સોંપાયેલી જવાબદારી અંગે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડી આ કાર્યક્રમ કાળજીપૂર્વક સુપેરે પાર પડે તે જોવાની પણ તેમણે ખાસ સુચના આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલિયમ, નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ પરમાર અને સુશ્રી સી.એન.ચૌધરી, જિલ્લા આયોજન અધિકારીશ્રી ડી.એમ.મકવાણા, પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગત સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જણાવ્યા મુજબ સદરહું ઉજવણી પ્રવર્તમાન કોરોના વાયરસની મહામારીને અનુલક્ષીને સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્ક પહેરવા વગેરે જેવા ધારાધોરણના પાલન સાથે મર્યાદિત આમંત્રિતોની ઉપસ્થિતિમાં યોજાશે. આ સમારોહમાં કોરોના વોરિયર્સને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરાશે.

ધ્વજવંદન સમારોહના અંતમાં જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારી સહિત અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है