વિશેષ મુલાકાત

દેડિયાપાડામાં જિલ્લા પંચાયત બાંધકામ વિભાગ દ્વારા બનાવવામાં આવેલી ગટર યોજના સંપૂર્ણ નિષ્ફળ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

“સાડા ચાર વર્ષે બનેલી ગટરમાં પંપહાઉસ હજુ ચાલુ થયું નથી” :

નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ભૂગર્ભ ગટર યોજના અંદાજિત સાડા ચાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે,પરંતુ જ્યારથી આ યોજના ચાલુ થઈ હતી ત્યારથી વિવાદમાં સપડાઇ હતી, આ યોજના અધિકારીઓના મળતીયા કંપની દ્વારા યોગ્ય કામના કરવામાં આવ્યું અધૂરું કામ રાખવામાં આવ્યું અને ત્યારબાદ કોઈપણ જાત મેન્ટેનન્સનો કરવામા આવતા સરકારના સાડા ચાર કરોડ રૂપિયા પાણીમાં ગયા છે, તો આ યોજનામાં ભ્રષ્ટાચારની પણ તપાસ ફરી થાય તે જરૂરી બન્યું છે, કે જેના કારણે ડેડીયાપાડા નગર સંપૂર્ણ નર્કાગાર બન્યું છે અને જો રોગચારો ફાટી નીકળશે તો જવાબદાર કોણ? તેવો પ્રશ્ન ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યો છે, અને જોઆ સમસ્યાનું હલ નહીં આવેતો ગ્રામજનો ઉગ્ર આંદોલનના મૂડમાં છે, બંધનું એલાન આપી શકે તેમ છે, માટે વહીવટી તંત્ર તાત્કાલિક પગલાં લેવા જોઈએ, અહીં ગટરના પાણી ઉભરાતા આજે આ પાણી છેક થાણા ફળિયાથી તાલુકા પંચાયત મુખ્ય માર્ગ પરથી આ પાણી જિલ્લા પંચાયત બાંધકામ શાખાના મુખ્ય દરવાજાની સામે તળાવના રૂપમાં ફેરવાયુ છે, અને ખૂબ જ દુર્ગંધ મારે છે ત્યાંથી સંપૂર્ણ નગરજનો સહિત વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે, ઠેરઠેર દુર્ગંધનું વાતાવરણ જોવા મળે છે, જ્યાં જોઈએ ત્યાં દુર્ગંધ આવે એમ છે તે સિવાય જો વાત કરવામાં આવેતો આ પાણીનો નિકાલના અભાવે સમગ્ર ગામમાં મચ્છર મેલેરિયાના જંતુઓ અને ખૂબ મોટી જાતના મચ્છરો ડેન્ગ્યુના મચ્છર માખીઓ સહિતના જીવાતોનો ભારે ઉપદ્રવના કારણે લોકો ગંભીર બિમારીમાં સપડાય તેમ છે, હાલમાં કોરોનાની જ્યારે ગંભીર બીમારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે, ત્યારે તેની સામે ડેડીયાપાડા ગટર વ્યવસ્થાના કારણે ગંભીર રોગચાળો ફાટી નીકળે એમ છે, આ જિલ્લા પંચાયતની બાંધકામ વિભાગ દ્વારા ગટરો બનાવ્યા બાદ તેના સંચાલનની જવાબદારી ગ્રામ પંચાયતને સોંપી હતી પરંતુ ગ્રામ પંચાયતની નિભાવની કોઈ ગ્રાન્ટ આપવામાં આવી ન હતી, ગ્રામ પંચાયત સાડા ત્રણ લાખનો ખર્ચો કરવા છતાં પણ નિષ્ફળ નીવડી છે તેથી આ બાબતે આજે ગ્રામ પંચાયતના સરપંચ રાકેશ વસાવા ડેપ્યુટી સરપંચ પંકજભાઈ વસાવા આજે  જિલ્લા પંચાયત બાંધકામ વિભાગ ઓફિસ પહોંચી ગયા હતા, ત્યાં ડેપ્યુટી ઇજનેર ગામીત રજા પર હોવાથી ઇન્ચાર્જ સતિષભાઈ વસાવા સાથે આજે ગ્રામ પંચાયત દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી કે આ ગટર નીભાવનો કોઈપણ ગ્રાન્ટ આપવામાં આવી નથી તો અમે કઈ રીતે આ ગટરનું સંચાલન કરીએ? અમારી પાસે વધારે કોઈ ગ્રાન્ટ નથી જેથી આ બાબતે ડેપ્યુટી એન્જિનિયરને ઉગ્ર રજૂઆત કરી કાર્યપાલક ઇજનેર જીલ્લા પંચાયત બાંધકામ ને પણ ટેલિફોનિક ચર્ચા કરી હતી અને આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી હતી અથવા તો ગટર વ્યવસ્થા નો સંપૂર્ણ વહીવટ અમે પરત જિલ્લા પંચાયતને સોંપવાની માંગ કરી હતી. આ બાબતે ડેડીયાપાડા ના સરપંચશ્રી રાકેશ વસાવા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અમારી પંચાયત જ્યારે ચૂંટાઈ આવી ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા અમને દબાણ કરીને આ કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ આ કામગીરી સંપૂર્ણ અધૂરી હતી હજુ સુધી પંપીંગ સ્ટેશન કામ કરતું નથી સરકારના સાડા ચારથી પાંચ કરોડ રૂપિયા પાણીમાં ગયા છે અને જ્યારે પંપીંગ ન થતા ઠેર ઠેર ગટર ઊભરાવવાની સમસ્યા થાય છે, અમે થોડા ઘણા અંશે રિપેર કરવાનો પ્રયત્ન કરીએ છે છતાં પણ સાડા ત્રણ લાખ જેવી માતબર રકમ ખર્ચ થઈ ગયો છે અમારી પંચાયતના ને બીજી કોઈ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી ન હતી અમે કઈ રીતે નું સંચાલન કરીએ? આ બધીજ બાબતે મેં જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગને રજૂઆત કરી છે અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે એવી માંગ છે, આ બાબતે ઇન્ચાર્જ ઇજનેર સતિષભાઈ વસાવાએ જણાવ્યું હતું કે અમે જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરને વાત કરી છે અને લેખિત રજુઆત પણ કરી છે અને અમારા થી જે પણ કંઈ થઈ શકશે તે કરવા પ્રયત્ન કરીશું એવું માત્ર આશ્વાસન આપ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है