બ્રેકીંગ ન્યુઝરાષ્ટ્રીય

સમગ્ર ગુજરાત રાજ્યમા સામાન્ય પ્રવાહ ઘોરણ 12ના પરિણામમા 95.41% સાથે ડાંગ જિલ્લો અવ્વલ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

સમગ્ર ગુજરાત રાજ્યમા સામાન્ય પ્રવાહ ઘોરણ 12ના પરિણામમા 95.41% સાથે ડાંગ જિલ્લો અવ્વલ: 

રાજ્યમાં એચ.એસ.સી બોર્ડ સામાન્ય પ્રવાહ ધોરણ 12ના પરિણામમા ડાંગ જિલ્લો પ્રથમ ક્રમે આવતા જિલ્લા વહિવટી તંત્રની ટીમે વિધ્યાર્થીઓ સહીત શિક્ષણ અઘિકારીશ્રીની ટીમને અંભીનંદન પાઠવ્યા: 

ડાંગ, આહવા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ એચ.એસ.સી સામાન્ય પ્રવાહનુ કુલ 86.91% પરિણામ જાહેર કર્યુ છે. જેમા રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લો 95.41% સાથે સમગ્ર ગુજરાતમા અવલ્લ રહ્યો છે. ડાંગ જિલ્લામા સામાન્ય પ્રવાહ ઘોરણ 12ની પરિક્ષામા કુલ 1372 વિધ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 1309 વિધ્યાર્થીઓ પાસ થતા જિલ્લાનુ 95.41% પરિણામ જાહેર થયુ છે. જેમાં A1 ગ્રેડમા 0 વિધ્યાર્થીઓ, A2 ગ્રેડમા 38 વિધ્યાર્થીઓ , B1 ગ્રેડમા 323 વિધ્યાર્થીઓ, B2 ગ્રેડમા 504 વિધ્યાર્થીઓ, C1 ગ્રેડમા 337 વિધ્યાર્થીઓ, C2 ગ્રેડમા 102 વિધ્યાર્થીઓ, D ગ્રેડમા 5 વિધ્યાર્થીઓનો સમાવેસ થયો હતો.

ડાંગ જિલ્લાના આહવા, સુબિર, વઘઇ અને સાપુતારા એમ કુલ ચાર કેન્દ્રો ઉપર સામાન્ય પ્રવાહ ધોરણ 12ની પરિક્ષા લેવાઇ હતી, જેમા સુબિર કેન્દ્રનુ પરિણામ 100% આવતા તે રાજ્યમા પ્રથમ ક્રમે નોંધાયો હતો, જ્યારે આહવા કેન્દ્રનુ પરિણામ 90.09% સાપુતાર કેન્દ્રનુ પરિણામ 95.52%, અને વઘઇ કેન્દ્રનુ પરિણામ 95.41% નોંઘાયુ હતુ. ડાંગ જિલ્લાની કુલ 26 શાળાના વિધ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહ ધોરણ 12ની પરિક્ષા આપી હતી જેમાં કુલ 14 શાળાનુ પરિણામ 100% નોંઘાયુ હતુ.    

સમગ્ર ગુજરાત રાજ્યમા ડાંગ જિલ્લો સૌથી વધુ પરિણામ ધરાવતા જિલ્લામા સમાવિષ્ય થતા ડાંગ જિલ્લા કલેક્ટરશ્રી ભાવિન પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપીન ગર્ગે, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી એમ.સી.ભુસારા સહિત શિક્ષકગણ અને વિધ્યાર્થીઓને ખુબ અંભિનંદન પાઠવ્યા હતા.  

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है