રાજનીતિરાષ્ટ્રીય

ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેનાનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ચૈતરભાઈ વસાવાની વરણી:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેનાનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ચૈતરભાઈ વસાવાની વરણી કરવામાં આવતાં ખુશી નો માહોલ: 

દેડીયાપાડા નાં બોજગ (કોલીવાડા) નાં રહીશ કર્મઠ, આદિવાસી સામાજીક અગ્રણી ચૈતરભાઈ દામજીભાઈ વસાવા ને ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેના નાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે BTTS નાં રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવા દ્વારા વરણી કરવામાં આવી છે.

ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના એ એક સામાજીક સમસ્યાઓ ઉપર કામ કરતુ આદિવાસી, દલીત, બક્ષીપંચ તથા લઘુમતિ જાતીઓનુ સ્વૈછિક સંગઠન છે. અને ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેના નાં રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવા તેમના સંર્પકમા આવ્યા પછી તેમને એમ લાગ્યું કે તેઓ જુદી જુદી સમસ્યા ઉપર વર્ષોથી કામ કરે છે, તેથી તેઓના અનુભવો અને કૂનેહથી “ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના”ના સંગઠન ને આગળ લય જવા માટે તેમને અન્ય બીજા કોઈ ફેરફાર કરવામાં ન આવે ત્યાં સુધી ના સમય ગાળા માટે જવાબદારી સોંપતા ચૈતરભાઈ દામજીભાઈ વસાવા ને “ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના” ના ગુજરાત રાજયના પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી જેથી સમગ્ર વિસ્તારમાં ખુશીની લાગણીઓ ફરી વળી હતી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है