દક્ષિણ ગુજરાત

RTO દ્વારા ચારચક્રીય વાહનોના પસંદગીના નંબરો માટે ઓનલાઈન ઓક્શન થશેઃ 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત  નલિનકુમાર

સુરત આરટીઓ દ્વારા ચારચક્રીય વાહનોના પસંદગીના નંબરો માટે ઓનલાઈન ઓક્શન થશેઃ 

તા.૩૧ માર્ચથી ૦૩ એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે.

સુરત :  સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા LMV ચાર ચક્રીય વાહનોના GJ05.RN સિરીઝના ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઓનલાઈન ઓક્શન શરૂ કરવામાં આવશે. જનતાની સુવિધા માટે વધુમાં વધુ લોકો ભાગ લઈ શકે એ માટે હરાજીની મુદ્દત વધારવામાં આવી છે. જેથી ઓનલાઈન હરાજીની અરજી તા.૩૧ માર્ચ થી ૦૩ એપ્રિલના રોજ બપોરે ૨:૦૦ વાગ્યા સુધી કરી શકાશે. જેમાં http:/parivahan.gov.in/fancy પર ઓનલાઈન ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરી પસંદગીના નંબરો મેળવવા ઈચ્છુક વાહન માલિકો ભાગ લઇ શકશે. હરાજીનું બિડિંગ તા.૦૩ એપ્રિલના રોજ બપોરે ૨.૦૦ વાગ્યાથી તા.૦૫ એપ્રિલના રોજ બપોરે ૨.૦૦ વાગ્યા સુધી ઓપન થશે.   

તા.૬ એપ્રિલના રોજ ફોર્મ જમા કરવાના રહેશે. અરજદારોએ સાત દિવસમાં ઓનલાઈન સી.એન.એ. ફોર્મ સબમિટ કરવાનું રહેશે. જો આ ફોર્મ રજૂ નહિ કર્યું હોય તો નંબરની ફાળવવામાં આવશે નહિ. વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિનની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લઇ શકશે. સમયમર્યાદાની બહારની અરજીઓ રદ્દ કરવામાં આવશે તેમ ઈ.ચા.પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલ દ્વારા જણાવાયું છે.   

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है