દક્ષિણ ગુજરાત

સુબીર તાલુકામાં રૂ.૧૬.૨૭ કરોડના ખર્ચે ૧૨ ગ્રામ્ય માર્ગોનું ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

સુબીર તાલુકામાં રૂ.૧૬.૨૭ કરોડના ખર્ચે ૧૨ ગ્રામ્ય માર્ગોનું ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત:

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં વાહનવ્યવહાર અને કનેક્ટિવિટીને વધુ મજબૂત કરવાના સંકલ્પ સાથે પંચાયત માર્ગ અને મકાન વિભાગ, આહવા-ડાંગ હસ્તકના કુલ રૂ. ૧૬૨૭.૮૪ લાખ ના ખર્ચે સાકાર થનારા ૨૯.૦૦ કિ.મી. લંબાઈના ૧૨ જેટલા વિવિધ ગ્રામ્ય માર્ગોનું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને ડાંગના ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ડાંગ જિલ્લામાં પ્રાથમિક સુવિધાઓ અંગે કપરી પરિસ્થિતિ હતી. પરંતુ વર્તમાન સરકારે છેવાડાના ગામો સુધી રસ્તા, પાણી અને વીજળી જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સો પ્રથમ જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત ડાંગથી કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ખેતી ક્ષેત્રે આગળ વધવા માટે ડાંગનું પાણી ડાંગમાં જ રોકી સિંચાઈ પહોંચાડવી અનિવાર્ય છે. જેથી જરૂરીયાત મુજબના નાના ચેકડેમ અને વિયરો બનાવવા જરૂરી છે. સાથે જ સ્થાનિક પદાધિકારીઓ જરૂરિયાત મુજબ યોગ્ય કામો નક્કી કરી પ્રાથમિકતા આપે અને સર્વાંગી વિકાસ સાધી સુબીર તાલુકાને આગળ ધપાવે તે જરૂરી છે. આ સાથે જ તેમણે ગ્રામીણ રસ્તા નિર્માણની કામગીરી ઝડપી અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે અંગે ઇજારાદારશ્રીઓને ખાસ સૂચના આપી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે, ડાંગના અંતરિયાળ ગામડાઓમાં પાકા માર્ગોનું નેટવર્ક વિસ્તરતા હવે ઈમરજન્સી સેવાઓ જેમ કે ‘૧૦૮ એમ્બ્યુલન્સ’ છેવાડાના ઘરો સુધી સરળતાથી પહોંચી શકે છે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા ડાંગ જિલ્લામાં પાણી સમસ્યા નિવારણ માટે તાપી આધારીત પાણી પુરવઠાની રૂ. ૮૬૬ કરોડની યોજના થકી દરેક વિસ્તારમાં પાણી પહોંચાડવાનું આયોજન છે, ત્યારે સૌએ એકજૂથ બની વિકાસ કાર્યોને આગળ ધપાવવાના છે તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું.

જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં રૂ.૭૦૦ કરોડથી વધુના ખર્ચે માર્ગો તૈયાર થતાં વાહનવ્યવહારમાં આમૂલ પરિવર્તન દેખાઈ રહ્યું છે અને સરકાર દ્વારા અનેકવિધ લોકઉપયોગી કામો સતત થઈ રહ્યા છે.

સુબીર તાલુકામાં રૂ. ૧૬.૨૭ કરોડથી વધુના ખર્ચે બનનારા ૨૯ કિ.મી. લંબાઈના ૧૨ ગ્રામ્ય માર્ગોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ૧. કિરલી ગામ ખાતે ૧). પાદલખડી–કિરલી–કાકડવિહીર–પોલસમાળ રોડ (લંબાઈ: ૧૧.૮૦ કિ.મી., ખર્ચ: રૂ.૮૧૭.૮૪ લાખ), ૨). કિરલી ગામના રસ્તાનું કામ (લંબાઈ: ૧.૦૦ કિ.મી., ખર્ચ: રૂ. ૪૦.૦૦ લાખ), ૨. બીજુરપાડા ગામ ખાતે ૧). બીજુરપાડાથી માળગા જતો રસ્તો (લંબાઈ: ૨.૫૦ કિ.મી., ખર્ચ: રૂ.૧૨૫.૦૦ લાખ) ૨). બીજુરપાડા ગામે સુભાષભાઈના ફળિયાનો રસ્તો (લંબાઈ: ૦.૮૦ કિ.મી., ખર્ચ: રૂ.૪૦.૦૦ લાખ) ૩). બરડા (ખાંભલા) કાળુભાઈના ફળિયાનો રસ્તો (લંબાઈ: ૧.૦૦ કિ.મી., ખર્ચ: રૂ.૪૦.૦૦ લાખ) ૪). વાહુટિયા ગામે ગામીત ફળિયાનો રસ્તો (લંબાઈ: ૦.૭૦ કિ.મી., ખર્ચ: રૂ.૪૦.૦૦ લાખ) ૫). જુનૈર ગામે ઠાકરે ફળિયાનો રસ્તો (લંબાઈ: ૧.૦૦ કિ.મી., ખર્ચ: રૂ. ૫૦.૦૦ લાખ), ૬). ચિંચવિહીર ગામનો રસ્તો (લંબાઈ: ૧.૦૦ કિ.મી., ખર્ચ: રૂ.૫૦.૦૦ લાખ) ૩. જામનસોંઢા ગામે ખાતે ૧). જામનસોંઢા નિશાળ ફળિયા રોડ (લંબાઈ: ૧.૫૦ કિ.મી., ખર્ચ: રૂ. ૯૦.૦૦ લાખ). ૪. સાવરખલ ગામ ખાતે ૧). સાવરખલથી કંસરીયાગઢ જતો રસ્તો (લંબાઈ: ૩.૫૦ કિ.મી., ખર્ચ: રૂ.૧૭૫.૦૦ લાખ), ૨) મેઈન રસ્તાથી સાવરખલ જતા રસ્તાનું કામ (લંબાઈ: ૩.૦૦ કિ.મી., ખર્ચ: રૂ.૧૦૦.૦૦ લાખ) અને ૫. મોટીકસાડ ગામ ખાતે ૧). મોટીકસાડ ગામના રસ્તાનું કામ (લંબાઈ: ૧.૨૦ કિ.મી., ખર્ચ: ₹૬૦.૦૦ લાખ)

આ ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રીમતી ચંદ્રકલાબેન ગાવિત, સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પવાર સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સામાજિક-રાજકીય અગ્રણીઓ, પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है