દક્ષિણ ગુજરાત

વર્ષ-૨૦૨૨ દરમિયાન નર્મદા જિલ્લામાંની પીડિત મહિલાઓની મદદ કરતી અભયમ 181 મહિલા હેલ્પલાઇન: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

વર્ષ ૨૦૨૨ દરમિયાન નર્મદા જિલ્લામાં ની પીડિત મહિલાઓ ની મદદ કરતી મહિલા અભયમ 181 હેલ્પલાઇન: 

ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્રારા કાર્યાન્વિત અને ઈ. એમ.આર.આઈ .ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પલાઇન તરીકે અભયમ 181 મહિલા હેલપલાઇન લાઇન પિડીત મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થીનીઓ, મનોરોગી મહિલાઓ અને સીનીયર સિટીઝન મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. અભયમ હેલ્પલાઇન 24×7 વિનામૂલ્યે સેવાઓ પુરી પાડી રહી છે, જેથી દિન પ્રતિદિન ગુજરાત ની મહિલાઓમાં અનેરો વિશ્વાસ સંપાદિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી રહીં છે, ગુજરાત સરકાર ની મહિલાઓ પ્રતિ કટિબદ્ધતા પુરવાર કરી રહેલ છે. કઠવાડા અમદાવાદ ખાતે ની ટેકનિકલ સુવિધા થી સુસજ્જ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પિડીત મહીલાને ઝડપી પ્રતિસાદ આપી ઘટના સ્થળે અભયમ રેસ્ક્યું ટીમ મદદ, માર્ગદર્શન અને બચાવ ની સેવાઓ આપી રહી છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી જશવંત પ્રજાપતિ અને પ્રોજેક્ટ હેડ શ્રી નરેન્દ્રસિંહ ગોહિલ નાં માર્ગદર્શન હેઠલ ગુજરાત ના તમામ જિલ્લાઓ માં અભયમ સેવાઓ અસરકારતાથી આગળ વધી રહી છે.

મહિલાઓ પર થયા શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર સહિત ઘરેલું હિંસા સહિત ના કિસ્સાઓ, કામ નાં સ્થળે જાતિય સતામણી, લગ્નજીવનના વિખવાદો, લગ્નેતર સંબંધ, મનોરોગી મહિલાઓ ની સમસ્યાઓ, બાળ જન્મ, બાળ લગ્ન, બિન જરુરી કોલ મેસેજ થી હેરાનગતિ, મહિલા ને મિલકતમાં ભાગીદારી, છેડતી, સાયબર ક્રાઇમ,અપહરણ, બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સાઓ મા મદદરૂપ બનેલ છે.

અસરકારક કાઉન્સિલગ દ્વારા વિખરાતા પરિવાર ને બચાવ્યા ની અનોખી કામગિરી કે મનોરોગી મહિલાઓ ને પરિવાર સાથે મિલન કે સુરક્ષિત આશ્રય અપાવવો કે આત્મહત્યા ના વિચારોમાંથી મુક્તિ નાં કેસ મા આજે અભયમ વધુ ને વધુ સુદ્રઢતા થી સેવાઓ પહોચાડી રહી છે. અનેક મહિલાઓના જીવન માં એક આશા નું કિરણ., સુખમય જીવjન જીવવા અભયમ પ્રેરણાદાયી બની રહ્યું છે તેથી જ તો ગુજરાત ની મહિલાઓ અભયમ ને પોતાની સાચી સખી સાહેલી તરીકે વિશ્વાસુ બની રહી છે. અભયમ સરકારશ્રી ના અન્ય વિભાગો સાથે નું મજબુત સંકલન, સુસજ્જ ટેકનિકલ માળખુ, પ્રોફેશનલ ટીમ, સ્ટેક હોલ્ડર સાથે સંકલન અને સેવાભાવના ની કટિબદ્ધતા થી ઝડપી સેવાઓ પહોંચાડવામાં અસરકારકતાથી કાર્ય કરી રહેલ છે . અભયમ મોબાઈલ એપ્લિકેશન, અભયમ પોલિસ હેલ્પ ડેસ્ક પણ ઝડપી સેવાઓ મા ઉપયોગી નિવડી રહ્યું છે.

ગુજરાત રાજ્ય માંથી વર્ષ 2015 થી અત્યાર સુધી 12 લાખ જેટલા પિડીત મહિલાઓ એ મદદ, માહિતી અને બચાવ માટે 181 મહિલા હેલ્પલાઇન માં કૉલ કરેલ અને ખાસ કિસ્સાઓ કે ધટના સ્થળે પહોંચી અઢી લાખ ઉપરાંત મહિલાઓ ને રેસ્કયું ટીમ દ્વારા બચાવ અને મદદ પહોંચાડવામાં આવી હતી. બાકી ના મહિલાઓ ને માર્ગદર્શન અને સંદભ્ર સેવાઓ આપવામા આવી હતી.

નર્મદા મા વર્ષ 2022 દરમિયાન એક હજાર છસો જેટલા પીડીત મહિલાઓ એ 181 મહિલા હેલ્પલાઇન મા કોલ કરેલ અને પાચસો થી વધુ કિસ્સાઓમાં ધટના સ્થળે પહોચી અભયમ સેવાઓ પુરી પાડવામાં આવી હતી.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है