દક્ષિણ ગુજરાત

પારિવારિક ઝઘડામાં સુખદ સમાધાન કરાવતી 181મહિલા હેલ્પલાઇન ટીમ નર્મદા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

નર્મદા ના એક ગામમાં 5 દીકરી બાદ દીકરાનો જન્મ ન થતા પરણિતાને ત્રાસ આપતા સસરિયાઓને મહિલા હેલ્પલાઇને આપ્યું માર્ગદર્શન:

રાજપીપળા : નર્મદા જિલ્લાના એક ગામમાંથી પરણિતાનો 181 મહિલા હેલ્પલાઇન માં કોલ આવ્યો કે તેમને દીકરો ન થતો હોવાથી તેમના પતિ અને સાસરી વાળા મારઝૂડ કરી હેરાન કરે છે માટે મદદ કરવા જણાવતા રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશન સ્થિતિ 181 અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક આ મહિલાના ઘરે પહોંચી પતિ અને સાસુને સમજાવ્યા કે આ માટે એકલી સ્ત્રી જવાબદાર નથી હવે દીકરી અને દીકરો એક સમાન છે, દીકરીઓને પણ યોગ્ય શિક્ષણ અપાય તો એ પણ સ્વમાનભેર જીવી શકે છે.આમ વિગતવાર સમજ આપતા મહિલાના સસરિયા એ પોતાની ભૂલ કબુલ્યા બાદ હવે પછી પત્નીને હેરાન નહીં કરે તેવી ખાત્રી આપી હતી.

આજે પણ ઘણા સમાજોમાં પરિવાર માં દીકરો હોવો જ જોઈએ અને દીકરા નો જન્મ ન થતા સમગ્ર દોષ પત્ની નો હોય તેમ માની મારઝૂડ અને માનસિક ત્રાસ ના કિસ્સાઓ હજુ પણ જોવા મળે છે, આવોજ આ કિસ્સો અભયમ 181મહિલા હેલ્પલાઇન ને મળતા અભયમ ટીમે પત્ની અને સાસરી વાળને વિગતવાર સમજ આપતા મહિલાના સસરિયા એ પોતાની ભૂલ કબૂલી હતી.પોતાને મળેલ મદદ બદલ પરણિતા એ અભયમ ટીમ નો આભાર માન્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है