દક્ષિણ ગુજરાત

નવનિર્મિત વેસુ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત ફતેહ બેલીમ

ઉમરા પોલીસ સ્ટેશનથી વિભાજિત થયેલા નવનિર્મિત વેસુ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી: 

પનાસ ગામ કેનાલ રોડ ખાતે સાકાર થયું છે નવું પોલીસ સ્ટેશન,

કાપડ વ્યાપારીઓ સાથે થતી છેતરપિંડી અટકાવવાના પ્રયાસરૂપે બનાવેલી ‘ટેક્ષટાઈલ સુરક્ષા સેતુ એપ’નું ગૃહ રાજ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ :

 રાજ્ય સરકાર સ્થાનિક વિસ્તારના ક્રાઈમ રેટ, લોકોની માંગ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ નવા પોલીસ મથકોનું નિર્માણ કરશે – વધતા જતા વ્યાપારી વર્ગ અને વધતી વસ્તીને સુરક્ષા ઉપલબ્ધ કરાવવી એ પોલીસ વિભાગ તેમજ સરકારની પ્રાથમિકતા:- ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી

રાષ્ટ્રીય સ્તરે સમૃદ્ધ શહેર તરીકે ઓળખાતા સુરતમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવાનું અમારૂં એકમાત્ર ધ્યેય:-પોલીસ કમિશનરશ્રી અજય તોમર

સુરત: ઉમરા પોલીસ સ્ટેશનથી વિભાજિત કરી પનાસ ગામ, કેનાલ રોડ ખાતે જનભાગીદારીથી નવનિર્માણ પામેલા અદ્યતન વેસુ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. વેસુ પોલીસ સ્ટેશનના કારણે સિટીલાઈટ, અણુવ્રત દ્વારથી કેનાલ રોડ, આભવા ચોકડી, એસ.કે.નગર ચોકડી, વાય જંકશન સહિતના વિસ્તારોમાં રહેતા નાગરિકોને પોલીસ અને ન્યાય સેવા સુલભ બનશે. આ સાથે શહેરમાં કુલ ૩૩ પોલીસ સ્ટેશન કાર્યરત થયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है