દક્ષિણ ગુજરાત

નર્મદા જીલ્લાનાં સરપંચ પરિષદનાં પ્રતિનિધિઓ આરોગ્ય પ્રશ્નો બાબતે નાયબ મુખ્યમંત્રીની મુલાકાતે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જિલ્લાની રાજપીપળા સિવિલ હોસ્પિટલના પ્રશ્નો બાબતે ગુજરાત રાજ્યનાં  માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અને આરોગ્ય મંત્રીશ્રી કુમાર કાનાણી સાહેબ તેમજ માનનીય મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા સાહેબ છોટા ઉદેપુર સંસદ સભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા સાહેબશ્રીને મૌખિક તેમજ લેટરપેડ આપી ને રૂબરૂ રજૂઆત કરી કે નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે જિલ્લાના મુખ્ય મથક રાજપીપલામા રાજા રજવાડા વખતની એક માત્ર સૌથી મોટી સિવિલ હોસ્પિટલ આવેલી છે, જેમા નર્મદાના પાંચેય તાલુકા અને ઊંડાણ ના ગ્રામ્ય વિસ્તારમાથી હજારો ગરીબ દર્દીઓ સારવાર માટે આવે છે આ ગરીબ દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદ રૂપ છે પણ અહિયાં  મોટી ખોટ એ છે કે આ વર્ષો  જૂની હોસ્પિટલમા વર્ષોથી પૂરતા ડૉક્ટર્સ, નર્સ તેમજ સ્પેશીયલ સ્ટાફ નથી, આ હોસ્પિટલ મા ઇમરજન્સી સેવા માટે આધુનિક સાધનો જેવા કે મહત્વના પૂરતા સાધનો નથી, તેથી ઇમરજન્સી કેસમા સિરિયસ દર્દીઓને બચાવી શકાતા નથી જે દુઃખદ છે, અને સામાન્ય ટ્રીટમેન્ટ કરી ને વડોદરા રિફર કરીદેવાય છે, જેમા ઘણા દર્દીઓને સમયસર યોગ્ય સરવાર ન મળવાને કારણે દર્દીઓ રસ્તામાં જ દમ તોડી દે છે, એ નર્મદાના આરોગ્ય અને વહીવટી તંત્ર માટે ખેદજનક વાત કહેવાય નર્મદા  જીલ્લામાં દિવસેને દિવસે મૃત્યુદર વધતો જાય છે.


જનરલ સિવિલ હોસ્પિટલ રાજપીપલાની વર્ષો જૂની હોસ્પિટલ છે, નર્મદા જિલ્લા તેમજ ભરૂચ જિલ્લાના દરેક સમાજના દર્દીઓ અકસ્માત સાપ કરડેલા, ઝેરી દવા પીધેલા, એટેક અને ડીલેવરી જેવા અનેક દર્દીઓને પૂરતી સુવિધા ન મળવાના કારણે મૃત્યુ પામે છે અને આ સંખ્યામા ક્રમશઃ વધારો થઈ રહયો છે.તે ઘણું દુઃખદાયક અને ગંભીર મુદ્દો છે,
નર્મદા જિલ્લામા જ વિશ્વની સૌથી મોટી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે. અહીં વડાપ્રધાન થી માંડીને રાજ્યપાલ, કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના મંત્રીઓ, વિવિધ રાજકીય આગેવાનો સાંસદો ધારાસભ્ય, અધિકારીઓ, પદાધિકારીઓ મૂલાકાતે તેમના પરીવાર સાથે આવતા હોય છે. ત્યારે આવા વીવીઆઈપી લોકોને અને પ્રવાસીઓને કંઈક થાય તો જનરલ હોસ્પિટલમાં પૂરતી સુવિધા ન મળવાના કારણે તેમને ઇમરજન્સીમા નર્મદાની બહાર જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી કારણકે રાજપીપલા ની સિવિલ હોસ્પિટલ મા પૂરતો સ્ટાફ અને સુવિધા નથી.
આ અગાઉ ઘણી રાજકીય પાર્ટીઓ, સંગઠનો અનેઆમ નાગરિકો, વિવિધ સંસ્થાઓએ સિવિલ હોસ્પિટલ ના પ્રશ્નો અંગે જે તે યોગ્ય જગાએ અવારનવાર રજૂઆતો કરવા છતા આજે પણ રાજપીપલા સિવિલ હોસ્પિટલની દયનીય સ્થિતિ છે. આ બાબતે ઘણી બધી રજૂઆતો અને માગણીઓ કરેલ છે તેમ છતાં હજુ કોઈ પણ જાતની સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાય  નથી . હાલ રાજપીપલા નવી હોસ્પિટલ બની રહી છે પણ એ નવી હોસ્પિટલને બનતા એક-બે વર્ષ લાગી જશે. ત્યાં સુધી રોજ બરોજની સારવાર દરમિયાન  સુવિધાના અભાવે દમ તોડતા દર્દીઓને મારવા તો ન જ દેવાય !
આવા સંજોગોમા સારવાર, સુવિધાના અભાવે દર્દીઓ મોતને ભેટશે તો એના માટે જવાબદાર કોણ ? તે માટે તબીબી સ્ટાફની નિમણૂક બાબતે અહીંના પ્રશાસનને અગાઉ પણ ઘણી વાર લેખિત રજૂઆત કરેલ છે. તેમ છતાં હજુ કોઈ પણ જાતની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ નથી. જેમકે જૂના બિલ્ડિંગ ને આયુર્વેદિક કોલેજ ખાતે સીફ્ટ કરાવો નવું બિલ્ડીંગ બને ત્યાં સુધી મેડિકલ ઓફિસર ની (9) જગ્યાઓ ખાલી છે તેને વધારીને (૧૫ )જગ્યાઓ કરવામાં આવે. અને સ્પેશિયાલિસ્ટ અને જે ગાયનેકોલોજિસ્ટ જે ફરજ બજાવે છે તેમને રેગ્યુલર નિમણૂક કરવામાં આવે. (2)જનરલ સર્જન (2) ફિઝિશિયન (2) એનથેટિસ્ટ બાળરોગ નિષ્ણાંત (2) ઇ.એન.ટી (1)આ તમામ જગ્યાઓ ખાલી છે. અને રેગ્યુલર 40 સિસ્ટર સ્ટાફ ની જરુર છે બાકીની આઉટ સ્ટોર્સ થી ભરેલ છે.
આઈ સી ઓ 10 થી 15 બેડની વ્યવસ્થા કરવાની જરૂર છે . ICUની અહી કોઈ સુવિધા પણ નથી. સીટી સ્કેન મશીન પણ નથી, અહીં વહીવટી સ્ટાફ એકજ એ. ઓ. છે સિનિયર ક્લાર્ક જુનીયર ક્લાર્ક વર્ગ -4ના કર્મચારી નથી, જો આ તમામ સુવિધાઓ જો આપણી જૂની સિવિલ હોસ્પિટલમાં મળી રહે તો નવી સિવિલ હોસ્પિટલ જ્યારે પણ બનશે ત્યારે એક વર્ષે બે વર્ષે અથવા તો ત્રણ વર્ષે થશે, તે દરમ્યાન નર્મદા અને ભરૂચ જિલ્લાના જે લોકો ને પૂરતી સુવિધા ન મળવાના કારણે મૃત્યુ પામે છે એ મૃત્યુદર અટકાવી શકાય, દર્દીઓનો બહાર ગામ જવાનો ખર્ચ અને સમય બચી જાય, દર્દીઓને ઘર આંગણે જ ઉત્તમ સુવિધાઓ મળી રહે એવી નર્મદા જિલ્લાના તમામ સરપંચશ્રીઓ, તમામ પાર્ટીના હોદેદારશ્રીઓ, તથા કાર્યકર્તા મિત્રો, અને સંગઠનો તરફથી જિલ્લા પ્રશાસનને રજૂઆત કરી નવી હોસ્પિટલ જયા સુધી શરૂ ન થાય ત્યાં સુધી આ હોસ્પિટલમા દર્દીઓને ઉત્તમ પ્રકારની સારવાર અને સુવિધા મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું.

અને આવનારા દિવસોમાં જો આ માંગણીઓ નહીં સંતોષાય તો જનહિત ખાતર ગાંધીજીના ચિંધ્યા માર્ગે જનરલ સિવિલ હોસ્પિટલ રાજપીપલાની   સામે જ ઘરણા કરવાની ફરજ પડશે એવી ચીમકી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है