દક્ષિણ ગુજરાત

નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો હવાલો સંભાળતા શ્રી ડી.એ.શાહ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપલા :- ગુજરાતના અધિક વિકાસ કમિશ્નર શ્રી ડી.એ.શાહની (IAS) નર્મદા જિલ્લા કલેક્ટર તરીકે બદલી થતાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે આજે તા. ૧ લી ઓક્ટોબર, ૨૦૨૦ ને ગુરૂવારના રોજ નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો હવાલો સંભાળી લીધેલ છે. પૂર્વ કલેક્ટરશ્રી એમ.આર.કોઠારી ગઇકાલ તા.૩૦ મી સપ્ટેમ્બર,૨૦૨૦ ના રોજ વયનિવૃત થતાં તેમની જગ્યાએ શ્રી શાહની નિમણૂંક થઇ છે.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, આ અગાઉ ગાંધીનગર ખાતે અધિક વિકાસ કમિશ્નર તરીકે શ્રી ડી.એ.શાહ રેગ્યુલર ફરજના ભાગરૂપે કાર્યરત હતા તે સમય દરમિયાન અમદાવાદ શહેરની કોરોના સંક્રમણની પરિસ્થિતિને અનુલક્ષીને સરકારશ્રી તરફથી તાત્કાલિક અસરથી ખાસ ફરજ પરના અધિકારી તરીકે શ્રી ડી.એ.શાહને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોવીડ મેનેજમેન્ટ માટે ફરજ સોંપવામાં આવી હતી અને છેલ્લાં પાંચ મહિનાથી તેઓશ્રી સતત કોવીડ મેનેજમેન્ટની કામગીરી સંભાળતા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है