
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડીયાપાડા ખાતે તારીખ 9 ઓગષ્ટના રોજ યોજાયેલ ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા યોજાયેલ આદિવાસી દિવસમાં યોજાયેલ હજારોની જન મેદની ઉમટી પડી,
જેમાં મળેલ મંજુરીમાં જણાવેલ મુજબ ૪૦૦ માણસોની મંજૂરી કરતા વધુ જન મેદની એક્ત્રીત કરી જણાવેલ મંજૂરી ની શરતોનું પાલન નહીં કરી, મહેશભાઈ છોટુભાઈ વસાવા તેમજ અન્ય 16 જેટલા લોકો મળી મોટી સંખ્યામાં જનમેદની એકત્રિત કરી માસ્ક વગર લોકોને ભેગા કરી સોશ્યલ ડીસ્ટન્સ નહીં જાળવી સરકારશ્રી નાઓના જાહેરનામાનો ભંગ ગુનો કર્યો જે બાબતે વિક્રમભાઇ મોતિસિંગ વસાવા રહેવાસી અણદુ ડેડીયાપાડા, મહેશભાઇ છોટુભાઇ વસાવા માલજીપરા, ચૈતરભાઇ દામજીભાઇ વસાવા રહેવાસી બોગજ, દેવભાઇ જેઠાભાઇ વસાવા જરગામ, જગદીશભાઇ મંછીભાઇ વસાવા ખટામ, કે.મોહન આર્ય ડેડીયાપાડા , બહાદુરભાઇ દેવજીભાઇ વસાવા ખુપર બોરસાણ, ધર્મેન્દ્રભાઇ શુકલભાઇ વસાવા ગાજરગોટા, મહેશભાઇ ગેબુભાઇ વસાવા ચીકદા, દિનેશભાઇ ઉબડીયાભાઇ વસાવા ઘાંટોલી, મગનભાઇ પોહનાભાઇ વસાવા ટીલીપાડા, માધવભાઇ અમરસીંગભાઇ વસાવા સીંગલવાણ, બિપીનભાઇ રામસીંગભાઇ વસાવા શીયાલી, નિશારભાઇ ચીરાગભાઇ કુરેશી, નરપતભાઇ પારસીંગભાઇ વસાવા ફુલસર, મગનભાઇ ખેતીયાભાઇ વસાવા નાના સુકાઆંબા તા.ડેડીયાપાડા, જી.નર્મદા આ તમામ વિરુદ્ધ ઈ.પી.કો કલમ ૧૮૮, ૨૬૮,૨૬૯, તથા ડીઝાસ્ટર મેનેજમેંટ એક્ટ ૨૦૦૫ ની કલમ ૫૧(બી) મુજબ કાયદેસર ની ફરિયાદ નોંધી ડેડીયાપાડા પોલીસે આ તમામ બાબતે તપાસ હાથ ધરી છે.