દક્ષિણ ગુજરાત

ડેડીયાપાડા તાલુકાના થપાવી ખાતે આંક ફરકના આંકડા લખતા આંકડાને કુલ્લે કિ.રૂ.૫૫૬૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી જુગારનો કેસ શોધી કાઢતી એલ.સી.બી.નર્મદા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

શ્રી હરિકૃષ્ણ પટેલ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી હિમકર સિંહનું પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગાર પ્રવૃતિને નેસ્ત નાબૂદ કરવાની કડક સૂચના અને માર્ગદર્શન અનુસંધાને શ્રી એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નામના સુપરવીઝન હેઠળ શ્રી સી.એમ.ગામીત, પો.સ.ઇ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો. સુદેશભાઇ ગંભીરભાઇ બ.નં. ૬૬૭ નાઓને બાતમી મળેલ કે, ડેડીયાપાડા તાલુકા ના થપાવી ગામ ખાતે કેટલાક ઇસમો આંક ફરકે આંકડા લખાવી રહેલ હોય જે ચોક્કસ બાતમી વાળી જગ્યા પર જુગાર અંગે રેઇડ કરતા એક ઇસમ નામે હેમંત ભાઈ પ્રતાપભાઈ વસાવા રહે. નિશાળ ફળીયા થપાવી અને ઝડપી પાડી જુગારના સાહિત્ય તથા અંગઝડતીના રોકડ રૂ.૫૫૬૦/-ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તેના વિરૂધ્ધમાં ડેડીયાપાડા પો.સ્ટે.માં જુગારધારા કે, ૧૨ એ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા નાઓએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ ડામવા સારા વખતો વખત સુચના તેમજ માર્ગદર્શન અનુસંધાને એલ.સી.બી. નર્મદા આવી પ્રવૃત્તિ ઉપર ડામવા માટે સતત અને સખત વોચ રાખી નેસ્ત નાબુદ કરવા પ્રયત્નશીલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है