દક્ષિણ ગુજરાત

ડેડીયાપાડા ખરીદ – વેચાણ સંઘની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

પ્રાપ્ત માહિતી મુજબ તા ૦૪/૧૧/૨૦ ના રોજ ખરીદ – વેચાણ સંઘની ચૂંટણી ૧૨ ઝોન બેઠકની ચૂંટણી રાખવા માં આવી હતી, જેમાં આજ રોજ ૦૫/૧૧/૨૦ ના રોજ મામલતદાર કચેરી ખાતે ગણતરી રાખવામાં આવેલ હતી, જેમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ માંથી 6 સભ્યો (૧) ઉમરાણ ઝોનમાં ફતેસિંગ સુરસિંહ (૨) નાની બેડવાણ ઝોનમાં ઉક્કડ ભાઈ (૩) કુંડીઆંબા ઝોન માથી વત્સલા બેન (૪) મોટા સુકાઆંબા જાતરભાઈ વસાવા તથા (૫) ડેડિયાપાડા ઝોન માંથી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ (૬) વ્યક્તિગત સભ્ય બહાદુરભાઈ વસાવા બિનહરીફ ચૂંટાયા હતા, અને બાકી ૨ ઝોન માટે મતદાન થયું જેમાં સેજપુર ઝોનમાં મતદાન થયું જેમાં ૩ વોટ હતા, જેમાં ભાજપના માજી જિલ્લા પ્રમુખ શંકરભાઈ નરોત્તમ ઉમેદવાર હતા, અને કોંગ્રેસ પ્રેરિત પેનલમાં ઉમેદવાર ગોવિંદભાઈ વસાવા હતા, જેમાં ખરાખરીનો જંગ થતા ગોવિંદ ભાઈ એ શંકરભાઈ ને કારમી હાર આપી થતા મંડારા ઝોનમાં ટાઈ થતા ભાજપ પ્રેરિત ઉમેદવાર ચંપક ભાઈ ને કિસ્મત સાથના આપતા ચિઠ્ઠી ઉછળતા કોંગ્રેસ પ્રેરિત રાયસિંગ ભાઈ વિજેતા થયા હતા. વિજેતા તમામ સભ્યોને કોંગ્રેસ પાર્ટી ડેડીયાપાડા ના પ્રમુખ દેવજી ભાઈ વસાવા દ્વારા ફૂલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है