દક્ષિણ ગુજરાત

ડેડીયાપાડાના ભૂતબેડા ગામ નજીકથી ખેરના લાકડા સહિત મારુતિ વાન મળી કુલ કિંમત રૂ .૭૫૦૦૦/- ના મુદ્દા માલ ઝડપી પાડતી ડેડીયાપાડા વન વિભાગ ટીમ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ભૂતબેડા ગામ નજીકથી ખેરના લાકડા ભરેલ મારુતિ વાન સહિત કુલ કી. રૂ.૭૫,૦૦૦ /-મુદ્દા માલ જપ્ત કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

નાયબ વન સંરક્ષક સાહેબ શ્રી ને મળેલ બાતમીના આધારે સોરાપાડા આર.એફ.ઓ  જે.એ.ખોખર તથા તેમની ટીમ દ્વારા ટુકડી બનાવી સોરાપાડા રેંજ મા આવેલ કાર્ય વિસ્તારમાં આવેલ ગારદા- ભૂતબેડા રોડપર વોચ ગોઠવી તે દરમિયાન રાત્રિના બે વાગ્યાના અરસામાં પુરઝડપે આવતી મારુતિ ઓમીની વાન નંબર જી.જે- ૫.એ.જી ૯૧૯૩ શંકાને આધારે અટક કરતા આવતા સ્ટાફના કર્મચારીઓએ રોકવાનો ઈસરો કરતા મારુવાનના ચાલકે પુર ઝડપે હંકારતા તેની પાછળ પીછો કરતા ભૂતબેડા ગામની સીમમાં વાન ચાલક અંધારાનો લાભ લઈ ગાડી મુકી ભાગી ગયેલ હતો ત્યાર બાદ વાન ચેક કરતા તેમાંથી ગુના કામના વગર પાસ પરમીટ વગરના ૨૨ નંગ ખેરના લાકડા જેની કુલ ધન.મીટર ૦.૯૩૪ મળી આવેલ જેની અંદાજીત બજાર કિંમત રૂ.૨૫૦૦૦/- તથા મારુતિ વાનની કિંમત  રૂ.૫૦, ૦૦૦/- વાન તથા ખેરના લાકડા મળી કુલ કિંમત  રૂ.૭૫૦૦૦/- ના મુદ્દા માલ જપ્ત કરી ભારતીય વન અધિનિયમ ૧૯૭૨ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ઘરીછે.

જ્યારે આ કામ માં ઇ.ચા.ફોરેસ્ટર પી.એલ.ગોસાઈ, બીટગાર્ડ જે.આર.ભૂંગર, બીટગાર્ડ મુકેશ વસાવા, રાકેશ વસાવા, કે.બી.ગોહિલ એ મહત્વની ભૂમિકા ભજાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है