દક્ષિણ ગુજરાત

ઝઘડીયા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને વાહનો સાથે ઝડપી પાડતી નેત્રંગ પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

ભરૂચ : પોલીસ મહાનિરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ અંકલેશ્વર વિભાગ,અંકલેશ્વર ના પો.સ્ટે. વિસ્તારમાં બનેલી ગુનામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને આજ રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે પો.સ્ટે. ગુ.2 નં.પાર્ટ  A-11199028200989/2020 IPC કલમ 379,447,114 મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી સંદીપભાઈ રમેશભાઈ વસાવા રહે.ચંદ્રયાણ તથા દેવનભાઇ ફુલસીગભાઇ વસાવા રહે, મોટા ઝરણા બન્ને ઈસમો મો.સા. નંબર GJ-16-CR-1747 ની લઈ નેત્રંગ ચાર રસ્તા તરફ આવનાર છે. જે બાતમી આધારે નજીક માથી બે પંચોના માણસો બોલાવી હકીકતથી વાકેફ કરી પંચોના માણસો તથા સ્ટાફના માણસો નેત્રગ ચાર રસ્તા ઉપર છુટા છવાયા વોચ માં ઉભા રહેલા , અને તે દરમ્યાન થોડીવાર માં લાલ મટોડી તરફથી ઉપરોકત બાતમી મુજબની મો.સા. ઉપર બે ઇસમો આવતા પંચોને ઈશારો કરી ઓળખ કરાવી , સદર મો.સા. ચાલકને રોકી લઈ મો.સા. ચાલકનું નામ ઠામ વેરીફાઇ કરી પુછ પરછ કરતા તેઓ બન્ને આરોપીઓએ ઝગડીયા GIDC માં આવેલ દેવસત્ય ઈન્ડસ્ટ્રીઝ માંથી (૧) બોયલરની સાથે આવેલ એક ફુ મોટર (૨) એક સાદી મોટર (૩) બોયલર વાલ્વ નંગ-૨ (૪) લોખંડ ની નાની મોટી ચેનલો ની ચોરી કરેલાની કબુલાત કરેલ હોય અને સદર ચોરી કરવામાં આરોપી નં-૧ સંદિપભાઇ રવેશભાઇ વસાવા નાએ પોતાની હોન્ડા કંપનીની સાઈન મોટર સાયકલ નંબર GJ-16-CR-1747 ની ઉપયોગમાં લીધેલાની હકીકત જણાવતા હોય જેવી સુંદર મો.સા. ગુનાના કામે તપાસ અર્થે કબજે કરેલ છે. અને ઉપરોક્ત બંને આરોપીઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે ઝગડીયા પો.સ્ટે. ખાતે જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.

સદર કામગીરીનો સ્ટાફ: પો.સ.ઈ. એન.જી.ડાયાણી તથા અ.હે.કો. વિજયસિંહ કાનાભાઈ બ.નં-૧૦૮૨ તથા પો.કો. જીગ્નેશભાઈ જસવંતભાઈ બ,નં-૧૦૩૮ તથા પો.કો.- અજીતભાઈ મંગાભાઈ બ.નં-૧૪૮૨ તથા પો.કો.- મુળજીભાઈ ખાનસીંગભાઈ બ,નં-૧૪૮૪ નાઓ ધ્વારા કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है