દક્ષિણ ગુજરાત

ઇ-ગુજકોપ,પોકેટકોપની મદદથી મો.સાયકલ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢતી પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી 

વાહન ચેકીંગ દરમ્યાન પોકેટ કોપની મદદથી મોટર સાયકલ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢતી અંકલેશ્વર શહેર પોલીસ: અંકલેશ્વર પંથકમાં વાહન ચોરોમાં ફફડાટ, હવે ગુજરાત પોલીસ આધુનિક બનતાં ચોરોની ખેર નથીઃ 

ભરૂચ:  રેન્જ પોલીસ મહાનીરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ નાઓ તરફથી વાહન ચેકીંગ દરમ્યાન ઇ-ગુજકોપ પોકેટકોપનો વધુમાં વધુ ઉપયોગ કરી વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ અંકલેશ્વર ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળપોલીસ ઈન્સપેક્ટર એફ.કે.જોગલ નાઓની સુચના મુજબ

વિગત:- આજરોજ અંકલેશ્વર શહેર પો.સ્ટે.વિસ્તારમાં બનતા મિલકત સંબંધી તથા વાહન ચોરીના ગુના તથા તેના આરોપીઓ શોધી કાઢવા સારૂ અલગ-અલગ ટીમો રચના કરવામા આવેલી જે આધારે આજરોજ વાલીયા ચોકડી ખાતે વાહન ચેકીંગમાં હાજર હતા તે દરમ્યાન એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા નં-GJ-19-AM-7755 ની આવતા તેને રોકી સદર મો.સા.નો રજી. નંબર પોકેટકોપમાં સર્ચ કરતા સદર નંબર વેરના ફોર્વ્હીલ ગાડીનો આવેલ જેથી સદર મો.સા.નો એન્જીન નંબર તથા ચેસીસ નંબર આધારે પોકેટકોપમાં સર્ચ કરતા મો.સા.નો RTO રજી.નંબર GJ-03-DM-4736 નો જણાય આવેલ જેથી સદર મો.સા.ના સાચા રજી.નંબર-GJ-03-DM-4736 આધારે પોકેટકોપમાં સર્ચ કરતા સદર મો.સા.ના માલિક કૈલાશભાઇ મેગજીભાઇ ચૌહાણ રહે,રામવિલાસ , ૪૧ સોરઠીયા પ્લોટ ,રાજકોટનું હોવાનું જણાયેલ અને સદર મો.સા.બાબતે તપાસ કરતા રાજકોટ શહેર,પ્રતાપનગર પો.સ્ટે. ગુ.ર.નં. I ૧૫૬/૨૦૧૬ ઇ.પી.કો.૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ હોય જેથી સદર મો.સા જેની કિ.રૂ આશરે ૨૦,૦૦૦/- ની ગણી લઈ CRPC કલમ ૧૦૨ મુજબ કબ્જે કરવામા આવેલ અને આરોપીને હાલની કોરોના વાયરસ (covid-19) મહામારીની પરિસ્થિતિ ના કારણ સંક્રમણ અટકાવવા સારૂ આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે.
વણ શોધાયેલ ગુનાની વિગત :
(૧) રાજકોટ શહેર,પ્રતાપનગર પો.સ્ટે. ગુ.ર.નં. I ૧૫૬/૨૦૧૬ ઇ.પી.કો.૩૭૯
આરોપીનું નામ:
(૧)સંતોષભાઇ વિનોદભાઇ શુકલા ઉ.વ.૨૨ રહે,વાલીયા ચોકડી,બ્રિજ નીચે
ઝુપડપટ્ટીમાં,અંકલેશ્વર શહેર જી.ભરૂચ
રીકવર કરેલ મુદ્દામાલ :
(૧) એક કાળા કલરની લાલ તથા બ્લ્યુ કલરના પટ્ટાવાળી હીરો હોન્ડા સ્પેન્ડર પ્લસ
મો.સા કિ.રૂ ૨૦,૦૦૦/-

કામગીરી કરનાર અધિકારી /કર્મચારીના નામ-

ઉપરોકત કામગીરી પોલીસ ઈન્સપેક્ટર એફ.કે.જોગલ નાઓની સુચના મુજબ એ.એસ.આઈ બીપીનચંદ્ર, એ.એસ.આઈ મનસુખભાઈ, પો.કો ધનંજયસિંહ, પો.કો રીધ્ધિશભાઈ,પો.કો નૈલેશદાન, પો.કો.નિમેષભાઇ ,પો.કો.કિશોરભાઇ,પો.કો. મહાવીરસિંહ તથા પો.કો.બુધાભાઇ નાઓ મારફતે કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है