દક્ષિણ ગુજરાત

આહવા ખાતે “વિશ્વ ક્ષય દિવસ” નિમિત્તે “ટીબી હારેગા, દેશ જીતેગા” ના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને સાકાર કરવા માટે સૌએ લીધા શપથ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

આહવા ખાતે યોજાયો “વિશ્વ ક્ષય દિવસ”

“ટીબી હારેગા, દેશ જીતેગા” ના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને સાકાર કરવા માટે સૌએ લીધા શપથ ;

આહવા; “ટી.બી.હારેગા, દેશ જીતેગા” સંકલ્પ સાથે આહવા ખાતે “વિશ્વ ક્ષય દિવસ”ની ઉજવણી કરવામા આવી હતી.

આહવાના ઐતિહાસિક ડાંગ સ્વરાજ આશ્રમના ટીમ્બર હોલ ખાતે આયોજિત “વિશ્વ ક્ષય દિવસ” ઉજવણી કર્યક્રમ દરમિયાન ક્ષય અને રક્તપિત્ત નિવારણ કેન્દ્ર-ગણદેવી, જિ.નવસારીના સેવાભાવિ સજ્જ્ન શ્રી લક્ષ્મીચંદ શાહ દ્વારા ડાંગ જિલ્લાના ૫૦ જેટલા સારવાર લઇ રહેલા ટીબીના દર્દીઓને અનાજની કીટ તથા ધાબળાનુ વિતરણ કરાયુ હતુ. શ્રી શાહે માનવ સેવાને જ પ્રભુ સેવા ગણાવતા આ સેવાકાર્યમા જોડાયેલા આરોગ્ય વિભાગ સહીત સામાજિક કાર્યકરો અને જુદા જુદા વિભાગોના કર્મયોગીઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા.  

ડાંગ જિલ્લાના નવનિયુક્ત તાલુકા/જિલ્લા પંચાયતના યુવા સદસ્યોને રાજરોગ ગણાતા ક્ષય રોગને દેશવટો આપવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકર કરવા માટે શપથ લેવડાવતા, ક્ષય રોગના છુપા દર્દીઓને શોધવાની આરોગ્ય વિભાગની ઝુંબેશમા સહયોગી થવાની અપીલ કરવામા આવી હતી. નવા વરાયેલા જનપ્રતિનિધિઓને ટીબીના એક્ટીવ દર્દીઓની પડખે રહીને, તેમને સારવાર પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવાની હિમાયત કરતા જિલ્લા ક્ષય અધિકરીશ્રી ડો.પોલ વસાવાએ “મારુ ગામ, ટીબી મુક્ત” ગામની સંકલ્પના સિદ્ધ કરવાના કાર્યમા યોગદાન આપવાની સૌને હિમાયત કરી હતી. 

શ્રી વસાવાએ ટીબીના સામાન્ય લક્ષણો, તેનુ જિલ્લામા પ્રમાણ, નિદાન અને સારવાર સહિતની કાર્યપ્રણાલીનો ખ્યાલ આપી, ટીબીના દરદીઓ માટેની “નીક્ષય પોષણ” યોજનાની જાણકારી પૂરી પાડી હતી. ડાંગ જિલ્લામા તા.૨૨ માર્ચ થી ૨૫ માર્ચ ૨૦૨૧ દરમિયાન ગામની આશા દ્વારા ઘરે ઘરે ફરીને શંકાસ્પદ ટીબીના દર્દોને શોધવા માટેની કામગીરી શરુ કરવામા આવી છે, તેમા જન પ્રતીનીધીઓને સહયોગ આપવાની અપીલ કરી હતી. 

આહવાના આ કાર્યક્રમમા સરપંચ શ્રી હરિરામ સાવંત, જિલ્લા પંચાયતના સદસ્યા નીલમ ચૌધરી, તાલુકા પંચાયતના સદસ્યો સર્વશ્રી દીપક પિમ્પલે, પ્રીતિ વાઘમારે, અને નયના પટેલ, ડાંગ સ્વરાજ આશ્રમના ટ્રસ્ટી શ્રી ધનુભાઈ નાયક, સહિત જિલ્લા ક્ષય કેન્દ્રના કર્મયોગીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી. 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है