
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ જિલ્લામાં પ્રોહીબીશનના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા આપેલ સુચના આધારે એલ સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.ઝાલા સાહેબ નાઓએ તાબાના પોલીસ માણસોને સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ અને જિલ્લામાં પ્રોહીબીશનના ગણનાપાત્ર કેશો શોધવા માટે અલગ અલગ ટીમની રચના કરી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન પો.સ.ઇ. એ. એસ.ચૌહ્મણ એલ.સી.બી.ભરૂચ તથા ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન પોલીસ ઇન્સપેક્ટરશ્રી જેએન.ઝાલા સાહેબનો બાતમીદારની બાતમી મળેલ કે એક ઇસમ પ્રતિબંધીત ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ કાળા કલરના ત્રણ થેલા લઇ ને વાલીયા ચોકડી પાસે આવેલ અંક્લેશ્વર GIDC બસ સ્ટેશનમા ઉભો છે. જે મળેલ બાતમી આધારે સદર જગ્યાએ રેડ કરતા એક ઇસમને પ્રતીબંધીત ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે, તેમજ આવનાર સમયમાં પણ ભરુચ જીલ્લામાં પ્રોહી/ જુગાર બુટલેગર વિરુદ્ધ આ પ્રમાણે જ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પકડાયેલ આરોપી રમેશ રામખલાવન દ્વીવેદી રહે. મકાન નં.૧૦ ગોપાલ નગર પાંડેસરા જી.સુરત મુરહે.મઉ ગાવ કે.ચીત્રકુટ યુ.પી.
મુદામાલ ની વિગત
પ્રતીબંધીત ભારતીય બનાવટ ની વિદેશી દારૂની કુલ્લે બોટલ નંગ-૫૮ ની કુલ કિં.રૂ. ૨૯,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિં.રૂ.૫ooo/- કુલ્લે કિં.રૂ.૩૪,000/
કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ
હેડ.કોન્સ.હિતેષભાઇ તથા પો.કો. શ્રીપાલસિંહ, વિશાલભાઇ વેગડ એલ.સી.બી. ભરુચનાઓ દ્વારા શ્રેમવર્કથી કરવામાં આવેલ છે.