રાષ્ટ્રીય

તાપી જિલ્લા ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાબતે બેઠક યોજાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લા ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી:

પ્રભારીમંત્રીશ્રી મુકેશભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન થશે:

પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ:

વ્યારા-તાપી: આગામી રાષ્ટ્રીય તહેવાર ૭૩માં પ્રજાસત્તાક દિન-૨૬મી જાન્યુઆરીની ઉજવણી સમગ્ર દેશમાં થનાર છે. જે અન્વયે આજરોજ તાપી જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા, નાયબ વન સંરક્ષક આનંદકુમારની ઉપસ્થિતીમા આ પ્રસંગના સુઆયોજન અંગે બેઠક ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જે અનુસાર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક કાર્યક્રમ તા.૨૬મી જાન્યુઆરી,૨૦૨૨ બુધવારના રોજ ડોલવણ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્રની બાજુના મેદાન ખાતે રાજ્યના કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ અને તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન થશે. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે વિવિધ ખાતમુહુર્ત/લોકાર્પણ, કર્મયોગીઓનું સન્માન અને વૃક્ષારોપણ કરવામાં આવશે. 

બેઠકમા જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા દ્વારા વિવિધ વિભાગોને કાર્યક્રમને સુપેરે પાર પાડવા કેટલીક મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. ઉપરાંત તાલુકા કક્ષાના કાર્યક્ર્મ જે-તે તાલુકા મથકે મહાનુભાવોના અધ્યક્ષસ્થાને યોજાશે એમ જણાવી તમામ સરકારી કચરીઓને રેનોવેટ કરી રંગરોગાન અને લાઇટીંગથી સજાવવા, તથા વિવિધ વિભાગોને ટેબ્લો દ્વારા યોજનાકિય માહિતી આપવા સંબંધિત અધિકારીઓને જરૂરી સુચન કર્યા હતા. વધુમાં તેમણે તમામ કામગીરીને સરકારશ્રીના કોરોના અંગેની માર્ગદર્શિકા અનુસાર પુરી કરવા ખાસ તાકીદ કરી હતી. 

બેઠકમાં નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ.ડોડિયા, વ્યારા પ્રાંત હિતેશ જોશી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલ, પુરવઠા અધિકારી નૈતિકા પટેલ, વ્યારા મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है