
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગની પેટા ચૂંટણી-૨૦૨૦ માટેના જનરલ ઓબ્ઝર્વર નિમાયા,
જરૂરિયાતમંદ ડાંગ જિલ્લાની પ્રજાજનો સવારના ૧૧ થી ૧ વાગ્યા દરમિયાન મળી શકશે:
આહવા; તા; ૧૫; ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગની યોજાનાર પેટા ચૂંટણી-૨૦૨૦ માટેના જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી દિનેશ પ્રસાદ, IAS ની નિયુક્તિ ભારતના ચૂંટણી પંચ દ્વારા કરવામા આવી છે.
જનરલ ઓબ્ઝર્વર શ્રી દિનેશ પ્રસાદ, IAS નો ટેલીફોન નંબર ; ૦૨૬૩૧-૨૨૧૨૭૭ તથા મોબાઈલ નંબર ; ૯૪૨૯૬ ૧૯૬૩૬ છે. તેઓશ્રી આહવાના સર્કીટ હાઉસ ખાતે રૂમ નંબર-૧ મા સવારે ૧૧ થી બપોરના ૧ વાગ્યા દરમિયાન ડાંગ જિલ્લાના પ્રજાજનો, રાજકીય પક્ષો, ઉમેદવારો, તેમના સમર્થકો વિગેરેને ચૂંટણી સંબંધિત કોઈ પણ ફરિયાદ કે રજૂઆત સંદર્ભે સંપર્ક કરી શકે છે.
(૧) ચૂંટણી પંચનુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવાની તારીખ ; ૯/૧૦/૨૦૨૦ (શુક્રવાર)
(૨) ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ; ૧૬/૧૦/૨૦૨૦ (શુક્રવાર)
(૩) ઉમેદવારી પત્રો ચકાસણીની તારીખ ; ૧૭/૧૦/૨૦૨૦ (શનિવાર)
(૪) ઉમેદવારી પાછા ખેંચવાની છેલ્લી તારીખ ; ૧૯/૧૦/૨૦૨૦ (સોમવાર)
(૫) મતદાન ની તારીખ ; ૩/૧૧/૨૦૨૦ (મંગળવાર)
(૬) મત ગણતરીની તારીખ ; ૧૦/૧૧/૨૦૨૦ (મંગળવાર)
(૭) પેટા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ ; ૧૨/૧૧/૨૦૨૦ (ગુરુવાર)