મારું ગામ મારાં ન્યુઝ

21મી સદી માં પણ અંતરરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાથી વંચિત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

21મી સદી માં આજે પણ અંતરરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાથી વંચિત  કેમ..? 

નેત્રંગ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ વિકાસ નાં નામે મીંડું;

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા નેત્રંગ મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું;

નેત્રંગ તાલુકા નો વિકાસ માત્ર કાગળ પર જ થયો એવું લોક મુખે ચર્ચાય રહ્યું છે.

આઝાદીના ૭૫ વર્ષ પછી પણ પ્રાથમિક સુવિધાનો અભાવ અને નેત્રંગ તાલુકાનો વિકાસ માત્ર કાગળ પર જ થયો છે એવું લોક મુખે ચર્ચાય રહ્યું છે. સરકાર “આઝાદી નો અમૃત મહોત્સવ” ઉજવી રહી છે, ત્યારે ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં વસતા આદિવાસી સમાજના લોકો આજે પણ પ્રાથમિક સુવીધાઓથી વંચીત છે.

દેશની આઝાદીના ૭૫ વર્ષ પસાર થવા છતાં આજ દિન સુધી નેત્રંગ તાલુકાના પછાત ગ્રામ્ય વિસ્તાર માં એસ.ટી.બસ આવી નથી તેવી ચોકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે . 

જેમાં નેત્રંગ ટાઉનથી ઉત્તર દિશામાં ૧૦ કિલોમીટર બાદ આવેલા ધોલેખામ, ઢેબાર, કાકરાપાડા, મુંગજ, મચામડી, વાંકોલ, ઉંમરખડા , વણખુંટા અને કોલીયાપાડા ગામો આવેલ છે જે રોજગારી અને બાળકોના અભ્યાસ માટે જ્યારે એસ.ટી. બસની સુવિધાના અભાવે ગામની મહિલાઓ વયોવૃદ્ધ દંપતી નેત્રંગ દવાખાનામાં આરોગ્યની તપાસણી અને યુવાનોને રોજીરોટી કમાવવા અંકલેશ્વર અને ઝઘડિયા ઔદ્યોગિક એકમોમાં જવા સહિત પછાત વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ પરિવારના લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદી કરવા માટે પણ ભારે હાડમારીનો સામાનો કરવો પડી રહ્યો છે .

જ્યારે ઉચ્ચ શિક્ષણ માટે ગરીબ પરિવારના વિદ્યાર્થીને ગામમાં એસ.ટી.બસ આવતી નહીં હોવાથી ખાનગી વાહનોમાં મુસાફરી કરીને નેત્રંગ આવવુ પડે છે.

સરકાર ડીજીટલ ઇન્ડીયા અને ઓનલાઇન શિક્ષણ ની વાતો અને યોજનાઓ તૈયાર કરે છે, ત્યારે આદિવાસી સમાજ જે ખાસ પછાત વિસ્તાર માં વસવાટ કરતા લોકો આજે પણ મોબાઇલ નેટવર્ક ની સુવિધા થી વંચીત છે. નેત્રંગ ટાઉનથી ઉત્તર દિશામાં ૧૫ કિલોમીટર બાદ આવેલા, વાંકોલ, ઉમરડા, વણખુંટા, કોલીયાપાડા, ધોલેખામ, ઢેબાર, કાકરાપાડા, મુંગજ, મચામડી ગામો આવેલ છે. જે ૧૦૦ ટકા આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે . પ્રાથમિક સુવિધાઓના અભાવ ના કારણે પાયાનું શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકતા નથી. આથી આ સમાજનો વિકાસ રૂધાય ગયેલ છે. જેથી આજ રોજ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા નેત્રંગ મામલતદાર ને આવેદન પત્ર આપવા માં આવ્યુ હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है