
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ તારીખ 7/11/2020ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં જે ૨૪ સ્થાનિક કર્મચારીઓ ને છુટા કરેલ હતા, એ બાબતે જિલ્લા કલેકટરશ્રી નર્મદા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ ડેપ્યુટી કલેક્ટર શ્રી ઓ સાથે જે સ્થાનિક કર્મચારીઓને છૂટા કરવામાં આવેલ હતા, એ બાબતે ચર્ચા વિચારણા કરતાં જે સ્થાનિક કર્મચારીઓ છે એમને તાત્કાલિક ધોરણે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં પરત જોબ પર લેવામાં આવ્યા, જે બાબતે સરપંચ પરિષદ ગુજરાત નર્મદા પ્રમુખ નિરંજનભાઇ વસાવા .પૂર્વ ચેરમેન ગુજરાત બાળ આયોગ ભારતી બેન તડવી તિલકવાડા તાલુકા પ્રમુખ અરુણ ભાઈ તડવી. ના સહયોગથી આ તમામ 24 કર્મચારીઓને જિલ્લા કલેક્ટરશ્રી તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના ડેપ્યુટી કલેક્ટર શ્રી ઓ સાથે ભેગા મળીને તેમની રજૂઆતને સાંભળી અને પરત તમામ કર્મચારીઓને લેવામાં આવ્યા તે બદલ જિલ્લા પ્રશાસન નો સરપંચ પરિષદ ગુજરાત નર્મદા પ્રમુખ અને સમગ્ર ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.