મારું ગામ મારાં ન્યુઝ

‘સબસે દૂર, સબસે પહેલે’ અભિયાનથી હજારો લોકોને મળ્યો લાભ:

ડાંગમાં આરોગ્યથી લઈ પેન્શન સુધીની સેવાઓ પહોંચી ઘરઆંગણે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

‘સબસે દૂર, સબસે પહેલે’ અભિયાનથી હજારો લોકોને મળ્યો લાભ:

ડાંગમાં આરોગ્યથી લઈ પેન્શન સુધીની સેવાઓ પહોંચી ઘરઆંગણે:

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : ભારત સરકારના જન ભાગીદારી અભિયાન-સબસે દૂર, સબસે પાસ અભિયાન અંતર્ગત “સબસે દૂર, સબસે પહેલે”ના સૂત્ર સાથે અંતરિયાળ ગામોમાં ૧૦૦ ટકા સરકારી સેવાઓ પહોંચાડવા માટે ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન – પીએમ જનમન’ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેને આગળ વધારતા તા.૧૮ મેથી તા.૨૫મી મે દરમિયાન ડાંગ જિલ્લાના આહવા,વઘઇ અને સુબીર તાલુકામાં ૨૫ ગામોમાં જનજાતિ ગરીમા ઉત્સવ-૨૦૨૬ જન ભાગીદારી-સબસે દૂર સબસે પાસ અભિયાન હેઠળ જનભાગીદારીના કેમ્પો યોજાયા હતા. આ કેમ્પમાં લોકોએ મોટી સંખ્યામાં જનકલ્યાણકારી યોજનાઓના લાભો મેળવ્યા હતા.

‘ધરતી આબા જનજાતીય ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત ડાંગ જિલ્લામાં યોજાયેલ જનભાગીદારી કાર્યક્રમમાં આધારકાર્ડના ૩૭૯, આયુષ્યમાન ભારત કાર્ડના ૪૦૮, જાતિના પ્રમાણપત્રો ૨૨૧, પેંશન યોજનાના ૧૫૦૪, પીએમ જનધન યોજના ૬૦, પીએમ જીવન જ્યોતી વિમા યોજના ૧૩૫, પીએમ કિશાન સન્માન નિધી યોજના ૭૬, પીએમ માતૃ વંદના યોજના ૨૮, પીએમ સુરક્ષા વિમા યોજના ૧૭૪, રેશન કાર્ડ ૩૪૧, સિકલ સેલ ટેંસ્ટીંગ ૧૮૫ જેવી અનેકવિધ યોજનાઓના લાભાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કેમ્પોમાં ગ્રામ્ય સ્તરે લાભાર્થી સેચ્યુરેશન કેમ્પો, આરોગ્ય તપાસ કેમ્પો, જાગૃતિ કાર્યક્રમો અને જનસુનવણી, આરોગ્ય ક્ષેત્રે સિકલ સેલ જાગૃતિ, પોષણ, પ્રતિરોધાત્મક આરોગ્ય સંદેશા તથા આરોગ્ય સ્ક્રીનિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ કેમ્પ ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદારની કચેરીના અધિકારી કર્મચારીશ્રીઓ તેમજ આહવા,વઘઇ અને સુબીર તાલુકાના મામલતદારોશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ખેતીવાડી, આઈ.સી.ડી.એસ., પુરવઠા સહિત અનેક વિભાગના અધિકારી-કર્મચારીઓના સહયોગથી અભિયાન સફળ બન્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है