
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
વાંસદા નગર દશેરા પાર્ટી માં આવેલ વૈભવી ઈલેક્ટ્રોનિક અને ફર્નીચર ના શોરૂમ માં આગ લાગવાની ઘટના ની જાણ ગ્રામ
જનોને થતા લોકો એક્ઠા મળી ગયા હતાં, આકાશમાં ઉચે દેખાયો ધુમાડો, આગજની ઘટનાને કાબુમાં લેવા વાંસદા નગરના યુવાનો અને વડીલોએ હિમ્મત બતાવી, આગ ઓલવવા અને સમાન ખસેડવા કર્યા પ્રયત્ન:
વાંસદા નગર દશેરા પાર્ટી મેઈન બજાર પાસે આવેલી વૈભવી ઈલેક્ટ્રોનિક અને ફર્નીચર ના શોરૂમ માં આજે સવારે લગભગ 10.00 વાગ્યા દરમ્યાન શોર્ટ સરકીટ ના કારણે આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ નગરજનો માં અફરા તફરીનો મહોલ સર્જાયો હતો, સ્થાનિક નગરના યુવાનો અને વડીલો એ સાધન સામગ્રી બહાર કાઢવા માનવતાં વાદી લોકોએ નિખાલસ પણે પોતાની જાન જોખમ ની પરવા કર્યા વગર મુશ્કેલીમાં માનવતા બતાવી જાહેર જનતાએ એકતાનું પ્રમાણ બતાવ્યું હતું.
આગજની ઘટનાની વાંસદા ગ્રામ પંચાયતને જાણ થતાં જ ઘટના સ્થળે કર્મચારીઓ અને વાંસદા પોલીસ સ્ટેશનના સ્ટાફનો કાફલો ઘટના સ્થળે પહોંચી ફરજ બજાવી સહયોગ આપ્યો હતો. ત્યાર બાદ ફાયર બ્રીગેડ બીલીમોરા નગરપાલિકા ની ગાડી ઘટના સ્થળે 11.50 વાગ્યે આવી. અને નવસારી ફાયર બ્રીગેડ ની ગાડી 12.10 પહોંચી તાત્કાલિક આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરાઈ. ફાયર બ્રીગેડ ના જવાનો એ લગભગ 12.55 વાગ્યે આગ કાબુમાં લીધી હતી. કોઈ જાન હાની થતાં ટળી પરંતુ લાખોનું નુકસાન થયા ની અનુમાન વચ્ચે સમાન આગમાં ખાખ થયો. ફાયર બ્રીગેડ ની સેવા વાંસદા થી બીલીમોરા 45 કીલોમીટર, નવસારી 65 કીલોમીટર, ધરમપુર 35 કીલોમીટર આવા દૂર ના અંતરે થી વાંસદા સુધી પહોચતાં સમય ઓછામાં ઓછો એક કલાક થાય છે. તો આ સેવા ફાયર બ્રીગેડ સ્ટેશન અથવા ગાડી વાંસદા નગરમાં હોવી જરૂરી થઇ પડ્યું છે, એવી લોક માંગણીઓ વધી છે, ભવિષ્યમાં વાંસદા તાલુકા ના આજુબાજુના ગામમાં આગની ઘટના બને તો ઉપયોગી થઈ શકે. ઘટના સ્થળે પ્રાન્ત અધિકારી ,મામલતદાર ,વાંસદા પી.એસ. આઇ. વિરેન્દ્રસિંહ વાઘેલા ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતાં.