
શ્રોત: ગ્રામીણ ટુડે ડાંગ, સુશીલ પવાર.
ડાંગ જિલ્લાનાં શિક્ષિત અને બેરોજગાર યુવાનો દ્વારા ડાંગ કલેક્ટરને અપાયું આવેદનપત્ર!
છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સરકારી ભરતીઓ તરફ સરકારે ઉદાસીનતાના કારણે લાખો બેરોજગાર યુવા પેઢીનું ભવિષ્ય અંધકારમય અને અવળે રસ્તે જઈ ચઢ્યું છે. ઘણી સરકારી અર્ધ સરકારી ભરતીઓ મંજુર થાય છે પરંતુ ૯૫% ટકા ભરતીઓની પૂર્તતા કરવામાં આવી નથી, વારંવાર પરીક્ષાઓ રદ થતી હોય છે. ભરતીઓની જાહેરાત કરવામાં વર્ષો વીતી જાય છે, મહિનાઓ સુધી પરીક્ષાના પરિણામ માટે વીતી જતા હોય છે, નિમણૂક પત્ર મેળવવામાં વર્ષો નીકળી જતા હોય, અને આજ રીતે ભરતી પ્રક્રિયાઓમાં દરેક પગથિયે ગુજરાતના શિક્ષિત યુવાનોને સતત આર્થિક અને સમસ્યાઓનો સતત સામનો કરવો પડે છે.
વર્તમાન GAD ૧-૮-૧૮ ના ઠરાવને કારણે ૭૦% ટકા જેટલી ભરતીઓ સ્થગીત થઈ ગઈ છે. આ ઠરાવને કારણે ઘણી બધી ભરતીઓની જાહેરાત પર રોક મુકવામાં આવી છે. તો ઘણી પરિક્ષાઓના રિઝલ્ટ આ ઠરાવને કારણે અટક્યા છે. ઘણી ભરતીઓમાં ફક્ત નિમણુંક પત્રક આપવાના બાકી છે. જે પ્રક્રિયા આ ઠરાવને કારણે અટકી ગયા છે. માટે તમામ ભરતી પ્રક્રિયા મુદ્દે સરકારની નીતિ વિષયક અનિશ્ચિતતાને કારણે ઉમેદવારોને આંદોલન કે ઉપલા અધિકારીઓને આવેદનપત્રના માર્ગે પગલું માંડવું પડે છે. તેમજ ઘણી ભરતીઓનું મહેકમ ૨૦૧૭-૧૮ માં મંજુર થયું છે, પણ આજ સુધી એની પરીક્ષાઓ લેવામાં આવી નથી. સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા પ્રત્યેની ઉદાસીનતા ભર્યું વલણ ધ્યાને લેતા આ ભરતીઓ ક્યારે પૂર્ણ થશે એ આ બેરોજગારી માટે ચિંતાનો વિષય બનવા પામ્યો છે.
ડાંગ કલેક્ટરને બેરોજગારો દ્વારા આપવામાં આવેદન પત્રના લખાણ સાથે આજ શુધિની વિવિધ સરકારી ભરતીઓ ક્યાં કારણોસર કયાં સ્ટેજ પર અટવાઈ છે એનું લિસ્ટનું પણ જોડાણ કરવામાં આવ્યું હતું.
અને નવયુવાનો અને દેશનું ભવિષ્ય એવા બેરોજગાર યુવાનોની માંગ છે કે વિવિધ કારણોથી સ્થગિત થયેલ તમામ ભરતીઓ સત્વરે શરૂ કરવામાં આવે, જે ભરતીઓનું મહેકમ મંજુર છે એની સત્વરે જાહેરાત આપવામાં આવે તેમજ સ્પર્ધાત્મક પરિક્ષાઓનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કારવામાં આવે, અને જો સરકાર આ દિશામાં સરકાર યોગ્ય નિર્ણાયક પગલાં ન ભરે તો બેરોજગાર ઉમેદવારો દ્વારા મજબૂરીમાં પોતાના જીવના જોખમે આગામી સમયમાં સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવાની ફરજ પડશે ,આ સંદર્ભે સરકારી વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી થાય એવી અમ તમામ બેરોજગાર અને શિક્ષિત ઉમેદવારોની સરકારને અરજ.