શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાની સ્થાનિક સ્વરાજની ચુંટણી 2021ના ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું:
હાલમાં રાજયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચુંટણી નું આજ રોજ ભાવિ પરિણામો મતદાર પેટી માંથી સવારે 9.00 વાગ્યે સમય થી ખુલવાનું સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબનું આયોજન કરી ચાલું વાંસદા કોલેજમાં કરાયુ હતું. છેલ્લા પાંચ વર્ષ માટે વાંસદા તાલુકા પંચાયત કૉંગ્રેસની હતી. પરંતુ 2021 ના વર્ષ ના પરિણામમાં કૉંગ્રેસની તાલુકા પંચાયતની બાજી હારી જતાં. ભાજપ 2 સીટ પર આગળ નીકળી વાંસદા તાલુકામાં પાંચ વર્ષ માટે ભગવો રહશે. તાલુકા પંચાયત ની કુલ બેઠક ભાજપ ના ઉમેદવાર 15 અને કૉંગ્રેસ પાર્ટીનાં કુલ 13 ઉમેદવાર ચુંટાઈ આવતાં કાંટે કી ટક્કર ના દશ્યો સર્જાયાં હતાં.
વાંસદા તાલુકાની જિલ્લા પંચાયત ના ઉમેદવાર ભાજપ પક્ષના 4 અને કૉંગ્રેસના 3 ઉમેદવાર ચુંટાઈ આવ્યા છે. જેથી જિલ્લા પંચાયત માં પણ એક સીટ નો વધારો ભાજપ પક્ષમા થયો છે. પરિણામ આવવાના સવારે ચાલુ થયાં હતાં ત્યારથી ભાજપ-કૉંગ્રેસના બપોરે સુધી એક સરખા પરિણામ ને જોતાં પોત પોતાના પક્ષના ઉમેદવાર અને બંને પક્ષો ના કાર્યકરો ચહલપહલ ઓછી અને અમુક ઉમેદવારો માં નિરાશા જોવાના દશ્યો જેવા મળ્યા હતાં. અને પરિણામો પૂરાં થતાં ભારતીય જનતા પાર્ટી ના વાંસદા સંગઠનના હોદ્દેદારો નો જોશ વધી ગયો હતો.