શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ઉમરપાડા રઘુવીર
ઉમરપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડીઝલ ગેસ તેલના અસહ્ય ભાવ વધારાના કારણે ધરણાં સાથે વિરોધ કરવામાં આવ્યો;
આજે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના રાજમાં દરેક વસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા છે, જેના કારણે સામાન્ય માણસ ને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે, અને ખર્ચાઓ વધતા ખીસ્સાઓ ખંખેરાયા છે. દરરોજ કુશકે અને ભૂસકે પેટ્રોલ-ડીઝલમાં સતત વધતા ભાવોથી લોકો ચિંતામાં છે એક તરફ કોરોના મહામારી માં લોકો પાસે ધંધો-રોજગાર નથી બેકારીમાં સપડાઈ ગયા છે, યુવાનો પાસે રોજગારી નથી બેકારી વધતી ગઈ છે, GDPનો દરનો ગ્રાફ નીચો થઈ ગયો છે મોંઘવારી આસમાને પહોંચી છે, ત્યારે સામાન્ય માણસ મોઘવારી થી લાચાર બની ગયો છે. આજે તેલ-ગેસ પેટ્રોલ-ડીઝલ શાકભાજીના ભાવો વધી રહ્યા છે તો આ બાબતે કેન્દ્ર રાજ્ય સરકાર લોકહિતના ધ્યાનમાં લઇ ભાવમાં ઘટાડો કરે એ માટે ઉમરપાડા કોંગ્રેસ સમિતિ એક પ્રતિક ધરણા કરી ભાવ વધારાનો વિરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી હરીશભાઈ વસાવા, નિવૃત્ત કલેકટરશ્રી જગતસિંગ વસાવા, નટવરભાઈ વસાવા, ભુપેન્દ્રસિંહ મુળજીભાઈ વસાવા, ધારાસિંહ સહીત અન્ય કાર્યકર મિત્રો હાજર રહ્યા હતા.