
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
વાંસદા તાલુકા મા તા.૨૧ જૂન ને ‘વિશ્વ યોગ દિવસ’ થી વેક્સીનેશન મહાઅભિયાન નો શુભારંભ :
ઓન ધ સ્પોટ રેજિસ્ટ્રેશન સાથે નવસારી જિલ્લાના વાંસદા તાલુકા માં એક સાથે 21 સ્થળોએ ‘રસીકરણ’ કરાશે : પ્રજાજનોને રસીકરણનો લાભ લેવા અનુરોધ,
વાંસદા તાલુકામાં તારીખ ૨૧મી જૂન ને ‘વિશ્વ યોગ દિવસ’ થી ‘વેકસીનેશન મહાઅભિયાન’નો શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે એકી સાથે 21 સ્થળોએ વિનામૂલ્યે અપાનારી આ ‘વેકસીન’ નો લાભ વધુમા વધુ લોકોને લેવા જિલ્લા વહીવટી તંત્રે અનુરોધ કર્યો છે.
ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન સાથે મહાનુભાવોની ઉપસ્થિત વચ્ચે આખા દિવસ દરમિયાન ચાલનારા ‘વેકસીનેશન સેશન’ દરમિયાન વધુમા વધુ લાભાર્થીઓને આવરી લેવાનો લક્ષ નિર્ધાર કરાયો છે.
45વર્ષ થી વધુ વાળાઓને નીચે મુજબ ના કેન્દ્રો ઉપરકોવિશિલ્ડ રસી આપવામાં આવશે
નવસારી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તરફથી મળેલી વિગતો અનુસાર તા.૨૧મી જૂનના રોજવાંસદા તાલુકાના મુખ્ય મથક સ્થિત પ્રતાપ હાઈસ્કૂલ ખાતે ના પ્રાથના સભા ના હોલ ખાતે, તથાઆંબાપાણી. અંકલાછ અંકલાછ ભીનાર ઘોડમાળ કંડોલપાડા ખાટાઆંબા માનકુનિયા સરા ઉનાઈ વાંદરવેલા વગેરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશેષ કેમ્પ આયોજિત કરાયા છે.
18વર્ષ થી વધુ ઉંમર વાળાઓને કોવિશિલ્ડ રસી વાંસદા તાલુકાના આંબાપાણી, અંકલાછ, ભીનાર, ગુડમાર, કંડોલપાડા ખાટાઆંબા, મહુવાસ (શ્રી પ્રતાપ હાઇસ્કુલ વાંસદાના પ્રાર્થના હોલ) માનકુનિયા, સરા, ઉનાઈ, વાંદરવેલા ગામોમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણની કામગીરી હાથ ધરાશે.
નવસારી જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી. તથા તાલુકા આરોગ્ય અધિકારી વાંસદા દ્વારા જણાવવામાં આવે છે.
વધુમાં કાલે કવિશિલ્ડ રસી આપવામાં આવશે પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે સવારે 9.30 કલાકે આપવામાં આવશે તો રસી લેનારે સવારે સમય અનુસાર હાજરી આપવા ભુપેન્દ્ર પી. પટેલ દ્વારા અપીલ કરવામાં આવી હતી.