મારું ગામ મારાં ન્યુઝ

સમાધાન જન કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા નર્મદા સહીત અનેક જિલ્લામાં મહિલા ગ્રુપો બનાવી છેતરપિંડી કરતી ઠગાઈ કરતી ટોળકી ઝડપી લીધી :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડેડીયાપાડા દિનેશ વસાવા 

દેડિયાપાડા ના નિવાલ્દા ગામ ખાતે સમાધાન જન કલ્યાણ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવી દેડિયાપાડા તથા અનેક જિલ્લા ની મહિલાઓ ને મહિલા ગ્રુપો બનાવી છેતરપિંડી કરતી ઠગાઈ કરતી ટોળકી પોલીસે ઝડપી પાડ્યા : એક માસ બાદ રૂપિયા ૬૦,૦૦૦/- ની લોન આપવાની લાલચ આપી ગ્રુપની મહિલાઓને લોન નહીં આપી પૂર્વ આયોજીત કાવતરૂ રચી છેતરપીંડી કરનાર આરોપીઓ પૈકી ૩ આરોપીઓને ગુનાના કામે પકડી કાયદાના અંકુશમા લાવતી દેડીયાપાડા પોલીસ :

શ્રી સંદિપસિંહ સાહેબ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી પ્રશાંત સુખે સાહેબ પીલીસ અધિક્ષક નર્મદા નાનાએ લોકો ખોટી તથા બોગસ કંપનીઓ તથા સંસ્થાઓ તેમજ બેંકોનો ભોગ બને નહી તે સાફ આ પ્રકારે ખોટી તથા બોગસ કંપનીઓ તથા સંસ્થાઓ ઉભી કરી અબાણ તેમજ ગરીબ લોકોની પોતાની કમાણીની મહામુડી છેતરી લઈ જઈ પાયમાલ કરનારા ભેજાબાજ આરોપીઓને પકડી કાયદાના અંકુશમાં લાવવા જરૂરી સૂચનાઓ આપેલ હોય જે સુચનાઓ અનુસંધાને શ્રી જી.એ.સરવૈયા નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા વિભાગ, રાજપીપલા તથા શ્રી આર.એસ. ડોડીયા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર દેરીયાપાડા સર્કલ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ દેડીયાપાડા પોલીસ સ્ટેશન પો.સ.ઇ. શ્રી સી ડી.પટેલ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન નાઓ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે દેડીયાપાડાના નિવાલ્દા ગામ ખાતે તપાસ કરતા સમાધાન જન કલ્યાણ ફાઉન્ડેસશન નામની સંસ્થા ચલાવી જેમા દેડીયાપાડા તથા સાગબારા તાલુકાના તથા તાપી તથા છોટાઉદેપુર જિલ્લાની અનેક મહિલાઓ છેતરાઈ હોવાનું અનુમાન બહાર આવ્યું.

         પ્રાપ્ત માહિતી અનુસાર દેડિયાપાડા તથા આજુબાજુ જિલ્લાની અલગ અલગ મહિલાઓના ગ્રુપો બનાવીને દરેક બહેનોના Askcashbeen nidhi limited નામની કંપની માં અલગ અલગ ખાતા ખોલાવી લેવડ દેવડ કરવા સારું Askcashbeen nidhi limited કંપની બનાવી અલગ અલગ ગામડાઓના અગિયાર બહેનોનું એક ગ્રુપ એવી રીતે કુલ ૮૬ ગ્રુપ બનાવી ૮૬ ગ્રુપની ૯૪૬ મહિલાઓના રૂપિયા ૨૦૦૦/- લેખે કુલ રૂપિયા ૧૮,૯૨,૦૦૦/- ફી પેટે લઈ ગ્રુપના તમામ સભ્યોને એક માસ બાદ રૂપિયા ૬૦,૦૦૦/- ની લોન આપી ગ્રુપની મહિલાઓને લોન નહિ આપી પૂર્વ આયોજિત કાવતરું રચી છેતરપિંડી કરનાર આરોપીઓ પૈકી ૩ આરોપીઓને ગુનાના કામે પકડી કાયદાના અંકુશમાં લાવતી દેડિયાપાડા પોલીસ અને પોલીસ દ્વારા Askcashbeen nidhi limited એપ્લિકેશન બંધ કરી છેતરપિંડી કરનાર આરોપીઓ સામે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.ન. ૧૧૮૨૩૦૦૪૨૨૦૮૬૦/૨૦૨૨ ઈ.પી.કો.કલમ ૪૨૦,૧૨૦ (બી) મુજબનો ગુનો તારીખ ૧૦/ ૧૨/ ૨૦૨૨ ના રોજ દાખલ થયેલો હતો જે આરોપીઓ પૈકી ૩ આરોપીઓને પકડી પાડી ગુના કામે અટક કરવામાં અને આગળની તપાસ શ્રી સી ડી પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડેડીયાપાડા પોસ્ટે નાઓ કરી રહેલ છે પકડાયેલા આરોપીઓ પૈકી (૧) સાફરાજ હામિદઅલી ઉ.વ.આ ૨૭ રહે મોહમદપુર પો. ગતોરા મોરાદાબાદ તા. જી.મુરાદાબાદ ઉત્તરપ્રદેશ (૨)મોહંમદ મુસ્તુફા મોહંમદ અહમદ ઉ, વ,આ,૨૧ રહે પીર કા બાજાર અસલામી મસ્જિદ પાસે.કરુલા. મોરાદાબાદ તા.જી મુરાદાબાદ .ઉત્તરપ્રદેશ (૩) ભરત ભાઈ ગુલાબસિંગ ભાઈ વસાવા ઉ.વ ૫૪ નાઓ રહે. દેડિયાપાડા, થાણા ફળિયા (પટેલ ચાલી) તા.દેડિયાપાડા જિલ્લા. નર્મદા.

કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ: 

(૧) પો.સ.ઇ.પી.સી ડી. પટેલ

(૨) એ.એસ.આઈ. લક્ષમણભાઇ ગુલાબસિંગભાઇ બ.ને (૩) આહે.કો.મોતીરામભાઇ સંજયભાઈ બ.નં.૭૬૦ ૫૦

(૪) અ.હે.કો ઈશ્વરભાઈ વશરામભાઈ બ.નં ૭૮૧

(૫) આવેલો સબભાઇ શીવાભાઇ બ નં. ૩૯૦

(૬) અ.પો.કો નિતેશભાઈ  બ નં. ૫૪૫ નાઓ. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है