બ્રેકીંગ ન્યુઝમારું ગામ મારાં ન્યુઝ

સમાજનાં દુશ્મનોએ લોકડાઉનમાં કરી લીધી રોકડી! ચલાવી ઉઘાડી લુંટ! તાપી તંત્ર માટે પડકાર!

અન્નદાતાને નડતી મુશ્કેલી કાલે સામાજિક સમસ્યાનાં બને તે પહેલાં તંત્ર આપે ધ્યાન!

  korona 

સમગ્ર ભારત લોક ડાઉનમાં સરકારની સાથે છે ત્યારે તાપી જીલ્લામાં  વેપારીઓ પાળ્યું સ્વયં બંધ, બજારમાં લોક ડાઉન વચ્ચે જાગરૂકતા નાં ભર્યા પગલાં, લોકોએ આપ્યો સહયોગ,  તો કેટલાંક વેપારીઓએ લોકડાઉનનાં બાહને  કરી લીધી રોકડી!   કેન્દ્ર સરકાર જમાખોરી અને નફાખોરો સામે કાયદાકીય પગલાં ભરવા રાજ્ય સરકારોને  આપી સુચના, બહાર પાડી છે, ગાઈડલાઈન્સ પણ જીલ્લા મથકે વ્યારા બજારમાં  જનતા લુટાય રહી છે,  આજે જોવાં મળી બજારમાં બે મુખ્ય સમસ્યાઓ,

બીજી તરફ ગામડાનાં ખેડૂતો શાકભાજી,પાક  મફતનાં ભાવે વેપારીઓને આપવા બન્યા મજબુર!   ગામડાઓમાં વેપારીઓ લોક ડાઉન નાં બહાને ચલાવી રહ્યા છે લુંટ;   અગર તાપી જીલ્લા તંત્ર ધ્યાન નહી  આપે તો સમાજનાં દુશ્મનોને લોક ડાઉનમાં ઉઘાડી લુંટ માટે મળી જશે સમર્થન; બીજી તરફ  ખેડુતને  અગર પોષાય તેવો ભાવ નાં મળે તો મોઘવારી કાબુમાં નહિ રહે, સોસિયલ મીડિયામાં ખેડૂતોને દૂધ, શાકભાજી,અન્ય  પાક નહી વેચવાનાં મેસેજ થયાં વાયરલ,   માટે અન્નદાતાને નડતી મુશ્કેલી કાલે સામાજિક સમસ્યાનાં બને તે પહેલાં તંત્ર આપે ધ્યાન!  ભૂતકાળમાં કાંદા, ટામેટાં, બટાકા, દૂધ જેવાં  મહારાષ્ટ્રમાં ફેકી દેવાયા હતા પણ કોઈ ખેડૂત બજારમાં પાક લાવ્યું ન હતું;   શાકભાજીનાં એક બે વેપારીઓ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યુકે ટ્રાન્સપોર્ટનાં વાહનોને પોલીસ અવર જવર કરવા રોકે છે,  જેથી અમુક જ વિસ્તારમાં વેપારીઓ માલ ખરીદી કરે છે, અમારો માલ આજેય પણ  ગોડાઉનોમાં જેમનો તેમજ પડ્યો છે, એવું કહીને ભીંડા ૧૦૦થી ૧૫૦  રૂપીયાનાં ૨૦ કિલો આપવા મજબુર,    કદાચ તંત્ર કોઈ ઓળખકાર્ડની વ્યવસ્થા કરે તો શાકભાજી હમો ખરીદી શકીએ અને ખેડૂતોને પોષણતમ  ભાવ આપી શકીએ,  નહિ તો ખેડૂતો લુંટાય એમાં હમો શું કરીએ? તંત્ર ધ્યાન આપે!  

વ્યારા બજારમાં તિરુપતિ તેલનો આજનો ભાવ ૧ લીટર પાઉચ ૧૧૦ રૂપિયા આ પેકેટ વેચાણ કિંમત 70 થી ૯૦ રૂપિયા ઉપર નીચે ભાવ થતો રહે છે, આજે બજારમાં ૫ લીટર કેરબાનો ભાવ ૫૩૦ છે, જે વેચાણ કિંમત ૪૭૦ થી ૪૯૦ રૂપિયા ઉપર નીચે ભાવ થતો રહે છે, તિરુપતિ ડબ્બાનો ભાવ ૧૫૦૦થી ૧૬૦૦  જે ૧૩૫૦માં મળે છે,  વ્યારાના એક નામચીન વેપારીએ અમારી ટીમને વાત કરતાં જણાવ્યુ કે  ફેક્ટરી થી માલ નથી આવતો એવું કહી  લોકોને લુંટી રહ્યા છે વેપારીઓ, હજુ સપ્લાયર્સ ભાવ વધારો કરે તેવી આપી ખાત્રી તેલ ભરી લેવાં કહ્યું, સરકારનાં નિયમોનાં ઉડાવ્યા ધજાગરા; માટે અમારી મીડિયા ટીમ આવા વેપારીઓને સમાજનાં દુશ્મન ગણે છે, શું તાપી જીલ્લા  તંત્ર આ જાણે છે? કે પછી?

ગુજરાતની સંવેદનશીલ સરકાર : કોરોના વાયરસની વર્તમાન સ્થિતીમાં જાહેર થયેલા 21 દિવસના લોકડાઉન દરમિયાન નાગરિકોને ખાદ્ય અન્ન આટો-લોટ-દાળ જેવી ચીજવસ્તુ સરળતાએ મળે તે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે 4 મહાનગરોના ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. હાલની સ્થિતીમાં ઘઉ, ચોખા, બાજરી, દાળ જેવા ખાદ્યાન્નને બદલે તેના તૈયાર લોટ-આટાની માંગ વધુ રહેવાની છે. આ હેતુસર ફલોર અને પલ્સ મિલ્સમાં આવતા અનાજને દળીને આટો-લોટ તૈયાર થાય તે માટે અન્ય રાજ્યોમાંથી આવતા આવા અન્ન પુરવઠાનું વહન પણ નિર્વિધ્ને ચાલુ રહે તે જોવા અનુરોધ કર્યો હતો. ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકોએ તેમના માલને મિલ સુધી અને તે પછી આટાને લાસ્ટ માઇલ કનેકટીવીટી સુધી પહોચાડવામાં આંતર રાજ્ય-આંતર જિલ્લા હેરફેરમાં સરકારને મદદરૂપ થવા કરેલી રજૂઆતો અંગે પણ જિલ્લા પોલીસ અને વહિવટીતંત્રોને યોગ્ય પ્રબંધ માટેની સૂચનાઓ આપી હતી. તમામ જિલ્લા કલેકટરે આવા આટા-લોટની હોલસેલ અને રિટેઇલ માર્કેટ ચેઇન તૂટે નહિ તે માટે જરૂરી વાહન-વ્યકિતઓને પાસ ઇસ્યુ કરવાની પણ તાકીદ કરી હતી.( મુખ્યમંત્રીનાં અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં) આપેલ સૂચનો,   અને બીજી તરફ  તાપી જીલ્લા તંત્ર કેવાં પગલાં લે છે તે જોવું રહ્યું?  કેન્દ્રની  સરકારે મફત અનાજની કરી જાહેરાત (બ્રેકીંગ)

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है