બ્રેકીંગ ન્યુઝરાષ્ટ્રીય

કોરોના “ઈફેક્ટ” રાહુલ ગાંધીએ કર્યા કેન્દ્ર સરકારનાં વખાણ! દેશની મહિલાઓમાં આનંદો

કોરોના વાયરસના વધતા જતા પ્રકોપ વચ્ચે ગરીબ પરિવારો માટે મોદી સરકારે મોટી જાહેરાત

 સમગ્ર વિશ્વમાં ફેલાયેલી મહામારી, કોરોના વાયરસના વધતા જતા પ્રકોપ વચ્ચે ગરીબ પરિવારો માટે મોદી સરકારે મોટી જાહેરાત જાહેર  કર્યું  સરકારે  રાહત પેકેજ,      કોરોના અપડેટ: ગુજરાતમાં ૩ મૃત્યુ સાથે ભારતમાં ૧૩ નો થયો આંક!  કુલ રીકવર ૪૩ જણા  સાચેજ “ઘરમાં રહો સુરક્ષિત રહો”  આપણે ઘરમાં રહીને લડી શકીએ છે કોરોના સામે યુદ્ધ!  

કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ બાદ કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને સાસંદ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારની પ્રશંસા કરી છે. 21 દિવસનાં લોકડાઉન દરમિયાન દેશનાં ગરીબોને ભોજન ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી નાણાંકીય સહાયતા પેકેજની જાહેરાતથી રાહુલ ગાંધી ખુશ છે. તેમણે કહ્યું છે કે પહેલીવાર આ સરકારે પ્રજાહિતનું  યોગ્ય પગલું ઉઠાવ્યું છે.

કોરોના અપડેટ:  ગુજરાતમાં ધીરે-ધીરે કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૩૭ થઈ ગઈ છે. સાથે ભારતમાં કુલસંક્રમિત લોકોની સંખ્યા વધીને ૬૪૯ થઇ, સાથે રીકવર ૪૩ જણા થયા,     ત્યારે રાજ્ય સરકાર લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી રહી છે. રાજ્યમાં કે દેશમાં વિદેશથી આવતા લોકો જ કોરોના સંક્રમિત હતા જેનાથી તેઓ જેના પણ સંપર્કમાં આવ્યાં તેમને પણ સંક્રમણ શરૂ થયું છે. આના કારણે હવે આરોગ્ય વિભાગે વિદેશથી રાજ્યમાં આવ્યા હોય એવા લોકોની શોધખોળ શરૂ કરી છે. મહત્ત્વનું છે કે વિદેશથી ૨૭ હજાર લોકો  ગુજરાત રાજ્યમાં આવ્યા છે, ખુદ આરોગ્ય સચિવ જયંતી રવિએ કબૂલ્યું છે,

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ૧  એક લાખ 70 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે, જેના હેઠળ મહિલાઓને પણ મદદ પહોંચાડવામાં આવશે. આ વિશેષ પેકેજ તે મહિલાઓ માટે હશે જેમનું જનધન એકાઉન્ટ હેઠળ બેન્ક એકાઉન્ટ છે. આ પેકેજના અંતગર્ત 20.5 કરોડ મહિલાઓને આગામી ત્રણ મહિનાઓ સુધી 500 રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવ. આવસે, રકમ તેમના ખાતામાં જમા કરી દેવામાં આવશે.

તો બીજી તરફ વડાપ્રધાન ઉજ્જવલા યોજના હેઠળ દેશના 8 કરોડ બીપીએલ પરિવારોને આગામી ત્રણ મહિના સુધી મફતમાં સિલિન્ડર આપવામાં આવશે. ઉજ્જવલા યોજના હેઠળ 8.5 કરોડ મહિલાઓને ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. હવે તેમને આગામી ત્રણ મહિના સુધી ફ્રી સિલિન્ડર આપવામાં આવશે.

આ સાથે જ વડાપ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ 5 કિલો વધારવાના ઘઉં અથવા ચોખા અને 1 કિલો દાળ આગામી ત્રણ મહિના સુધી મફતમાં આપવામાં આવશે. જેનો લાભ સરકારી અનાજ ભંડાર માંથી મળશે, આથી સીધો  ફાયદો 80 કરોડ લાભાર્થીઓને મળશે.

નાણામંત્રીએ કહ્યું કે પીએમ ગરીબ કલ્યાણ યોજના, મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ હેઠળ 7 કરોડ પરિવારોને ફાયદો મળે છે. દિન દયાળ રાષ્ટ્રીય ગ્રામીણ જીવિકા યોજના હેઠળ તેમની જમાનત ફ્રી લોન બમણી કરીને 20 લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપની સંખ્યા 63 લાખ છે. તેમને હવે 10 લાખ વધુ લોન મળશે એટલે કે મહિલાઓને કુલ 20 લાખ લોન મળી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है