મારું ગામ મારાં ન્યુઝ

રાજ્યપાલ ને ઉદ્દેશી લખાયેલ આવેદનપત્ર નર્મદા જીલ્લા કલેકટર ને BTP ના આગેવાનોએ સુપ્રત કર્યું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા

નર્મદા જીલ્લાના ડેડીયાપાડા સહિત ના વિસ્તારોમાં ભાજપા જીલ્લા પંચાયત સદસ્ય દ્વારા ડુપ્લીકેટ દારૂનો વેપલો કરાતો હોવાનો BTP નો આરોપ;

રાજ્યપાલ ને ઉદ્દેશી લખાયેલ આવેદનપત્ર નર્મદા જીલ્લા કલેકટર ને BTP ના આગેવાનોએ સુપ્રત કર્યું;

ડુપ્લીકેટ દારૂ ના વેપલા થી અનેક આદિવાસી બહેનો વિધવા બની.. જીલ્લા પંચાયત ના ભાજપા સદસ્ય નો સમગ્ર પરિવાર આંકડા જુગાર દારૂ ના વેપલામાં સંડોવાયેલા હોવાની આવેદનપત્ર માં હકીકત;

નર્મદા જીલ્લાના દેવમોગરા મંદિરે દર્શન કરવા આવેલા ધારાસભ્ય મહેશ વસાવા ના પુત્ર ગૌરાંગ વસાવા અને ભારતીય જનતા પાર્ટીના જીલ્લા પંચાયત ના સભ્ય હિતેશ વસાવા ઉર્ફે ભોલા દીવાલ વસાવા વચ્ચે થયેલ મારામારી પ્રકરણમાં નવીન વળાંક આવી રહયા છે, એક તરફ સાંસદ મનસુખ વસાવા એ આ મામલા માં એન્ટ્રી કરી હતી અને જીલ્લા પંચાયતના સભ્ય હિતેશ વસાવા ની તરફદારી કરી હતી અને તે ઝઘડામાં વચ્ચે છોડાવવા પડ્યો હોવાનું જણાવ્યું હતું, ત્યારે બીજી તરફ આજ રોજ BTP ના આગેવાન અને જીલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ બહાદુર વસાવા ની આગેવાનીમાં રાજ્યપાલ ને ઉદ્દેશી લખાયેલ આવેદન પત્ર દેડીયાપાડા ખાતે પ્રાંત અધિકારીને સુપ્રત કરવામાં આવ્યું  હતું.

ભારતીય ટ્રાઈબલ પાર્ટી ના આગેવાન અને સામાજીક કાર્યકર તેમજ 100 જેટલી સહીઓ સાથે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતુંકે ડેડીયાપાડા સહિત આસપાસ ના વિસ્તારોમા જીલ્લા પંચાયત સદસ્ય હિતેશ વસાવા ઉર્ફે ભોલા સહિત તેનો પરીવાર પિતા દીવાલ છેડળ વસાવા તેની બે પત્નીઓ જીગ્નેશ દીવાલ વસાવાનાઓ ડેડીયાપાડા ના થાણા ફડિયા, પારસી ટેકરા, નવી નગરી, હાટ ચોકડી, વૈકુંઠ ફળિયા સહિત ના વિસ્તારોમા 100 જેટલાં યુવાનો પણ જોડાયા છે અને દારૂ નો વેપલો કરી રહ્યા છે, નવા ગામ રોડ પર ડુપ્લીકેટ દારૂ ના કોઠા ખુલ્લેઆમ ચાલી રહયા છે, ડેડિયાપાડા અને સાગબારા માં જૂગાર આંકડા ના અડ્ડાઓ પણ ચલાવે છે.

આવેદન પત્ર માં જણાવ્યા અનુસાર દીવાલ અને તેના પરીવાર ઉપર અને ફરિયાદો નોંધાઈ છે, દીવાલ ની પાસા હેઠળ પોલીસ દ્વારા અટકાયત પણ કરી હતી, પરંતું બેરોકટોક પણે ફરી દારૂ જુગારનો વેપલો ચાલી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં ડુપ્લીકેટ દારૂ વેચાતો હોય ને લોકો મરી રહ્યા છે, અનેક વિસ્તારોમાં માત્ર વિધવા આદિવાસી સ્ત્રીઓ જોવા મળે છે તયારે આવા તત્વો ઉપર લગામ લગાવી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામા આવી છે.

આ ઉપરાંત પોલીસ સાથે મિલીભગત થી મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ત્રણ ખુનીયા તરીકે ઓળખાતી જગ્યાએથી વિદેશી દારૂ ગુસાળવાની પ્રવુત્તિમાં પણ સંડોવાયેલ હોવાનું જણાવ્યું છે. આમ અસામાજિક તત્ત્વો ને પાસા હેઠળ અટકાયત કરવામાં આવે એવી માંગ કરવામા આવી છે.

નર્મદા જિલ્લા પંચાયતની ડેડીયાપાડા બેઠક ભાજપના સભ્ય હિતેશ વસાવાએ જણાવ્યું હતું કે બી.ટી.પી ડેડીયાપાડા બેઠક પર હાર જોઈ ગઇ છે.બી.ટી.પી દ્વારા મારી વિરુદ્ધનું આવેદનપત્ર આપવાનો ઉદ્દેશ્ય માત્રને માત્ર મારી રાજકીય કારકિર્દી બગાડવાનો પ્રયાસ માત્ર છે. હુ ખુલ્લી ચેલેન્જ આપુ છું, રાજ્યના કોઈ પણ અઘિકારી ડેડીયાપાડામાં આવીને તપાસ કરી જુઓ, જો કોઈ પણ જાતની ગેરકાયદેસર કામગીરીમાં મારું અથવા મારા પરીવાર નુ નામ બહાર આવશે તો હું રાજકારણ છોડી દઈશ.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है