
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન ગામીત
માનવતાની મહેક સેવા ટ્રસ્ટ દ્વારા જન્મદિન ઉજવણીના નિમિત્તેતાપી ની અનેક આશ્રમ શાળા, પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું :
ગત રોજ તારીખ ૨૭-૦૯-૨૦૨૨ ના દિને માનવતાની મહેક સેવા ટ્રસ્ટ ના પ્રમુખ અને સામાજિક કાર્યકર એવા શ્રી લક્ષ્મણકાકા તેમજ દીકરાના બે જુડવા બાળકોના જન્મ દિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી હતી, તાપી જિલ્લાની વિવિધ આશ્રમ શાળાઓ અને શાળાઓમાં સેવા ભાવ થી વિવિધ પ્રકારની વસ્તુઓનું વિતરણ કરવા માટેનું આયોજન થયું હતું, તાપી જિલ્લાની ભાનાવાડી ગામની આશ્રમ શાળા, ધામોદલા પ્રાથમિક શાળા તેમજ ઘાટા ગામની શાળા ખાતે કરાયું સમગ્ર કાર્યક્રમ નં આયોજન,
આજના કાર્યક્રમ માં એલ્ડરલાઈન પ્રોગ્રામ ના ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર શીતલબેન માહલા (નવસારી, વલસાડ) અને ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર દિવ્યેશ ચૌધરી (તાપી-ડાંગ) દ્વારા એલ્ડર લાઈન પ્રોગ્રામ વિશે તાપી જિલ્લામાં આવેલ ભાનાવાડી ગામની આશ્રમ શાળા, ધામોદલા પ્રાથમિક શાળા તેમજ ઘાટા ગામની શાળામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ વૃદ્ધ વ્યક્તિઓ માટેની હેલ્પ લાઈન ૧૪૫૬૭ કેવી રીતે કામગીરી કરે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તે વિશે માહીતિ પૂરી પાડવામાં આવી હતી.